- અભિનેતા કાર્તિક આર્યને તેના ફેન્સને આપી ગિફ્ટ
- આગામી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાનું પોસ્ટર કર્યું શેર
- સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે પોસ્ટર
ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને આજે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેના ફેન્સને નવી ગિફ્ટ આપી છે. કાર્તિક આર્યન નિર્દેશક હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'કેપ્ટન ઈન્ડિયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક પાઈલટની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં કાર્તિક આર્યન ખૂબ જ ડેસિંગ લાગી રહ્યો છે. જોકે, આ પોસ્ટરમાં તેનો આખો ચહેરો તો દેખાતો નથી પણ પોસ્ટર જોઈને અંદાજ લગાવી શકાય કે કાર્તિકની ભૂમિકા રસપ્રદ હશે.
આ પણ વાંચો- શું કાર્તિક આર્યન હવે ક્રિકેટરના રોલમાં દેખાશે?