ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા આઇસીયૂમાં દાખલ, યૂકેથી ભારત પરત આવ્યા અભિનેતા - AKSHAY KUMAR

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી છે, ત્યાં અભિનેતાને આ વાતની જાણ થતાં જ તે લંડનથી પરત ભારત આવ્યા છે.

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા આઇસીયૂમાં દાખલ
અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા આઇસીયૂમાં દાખલ

By

Published : Sep 6, 2021, 7:36 PM IST

  • અરુણાની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી
  • અભિનેતાની માતાને આઇસીયૂમાં દાખલ કરવાની વાતની જાણ થતાં જ લંડનથી ભારત પરત આવ્યા
  • અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી

હૈદરાબાદ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાને આઇસીયૂમાં દાખલ કરવામાં આવી છે, ત્યાં અભિનેતાને આ વાતની જાણ થતાં જ તેઓ લંડનથી ભારત પરત આવ્યા છે.

અરુણા ભાટિયાને હીરાનંદાની હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવી

અભિનેતા અક્ષય કુમારની માતાને મુંબઇ સ્થિત હીરાનંદાની હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવી છે, ત્યાં આઇસીયૂમાં દાખલ કરવાનું કારણ શું છે. ત્યાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, અરુણાની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી. અભિનેતાની માતાને આઇસીયૂમાં દાખલ કરવાની વાતની જાણ થતાં જ તેઓ લંડનથી ભારત પરત આવ્યા છે, જેથી તેઓ પોતાની માતા સાથે સમય વિતાવી શકે.

અક્ષય કુમાર ફિલ્મના શૂટને છોડીને પાછા આવી ગયા છે

જાણકારી મુજબ અક્ષય કુમાર ફિલ્મના શૂટને છોડીને પાછા આવી ગયા છે, પરંતું તેમને પોતાના પ્રોડ્યુસર્સને કહ્યું છે કે, તેઓ એ સીનની શૂટિંગ ચાલુ રાખે, જેમાં અભિનેતાની હાજરી નથી, રિપોર્ટ મુજબ અક્ષયે કહ્યું કે, કામ ચાલુ રહેવું જોઇએ. ઉલ્લેખનિય છે કે, અક્ષય છેલ્લા કેટલાક અઠવાડિયાથી યૂકેમાં એક નવી ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો.

અક્ષય કુમાર છેલ્લે જાસૂસ રોમાંચક બેલબોટમમાં જોવા મળ્યો હતો

વર્ક ફ્રન્ટ પર અક્ષય કુમાર છેલ્લે જાસૂસ રોમાંચક બેલબોટમમાં જોવા મળ્યો હતો. તેમાં લારા દત્તા ભૂપતિ, વાણી કપૂર અને હુમા એસ કુરેશી પણ હતા. આ ફિલ્મ કોવિડ -19 ની બીજી લહેર બાદ થિયેટરોમાં રિલીઝ થનારી પહેલી મોટી હિન્દી ફિલ્મ હતી.

ABOUT THE AUTHOR

...view details