મુંબઇ : બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવ મળ્યા હતા. 5 દિવસ બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે રાત્રે, બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ટ્વિટ દ્વારા પોતાને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કર્યું હતું.
એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને શ્વાસ લેવામાં તકલીફ,નાણાવટી હોસ્પિટલમાં દાખલ - અભિષેક બચ્ચન
બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ હવે બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમિતાભ અને અભિષેક બચ્ચનને શનિવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ મળ્યો હતો . જો કે, બંનેમાં કોરોના લક્ષણો હળવા હોવાના કારણે તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહીતી મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની તબિયત હવે સામાન્ય છે. બિગ બી સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને મેસેજ મોકલી રહ્યા છે.