ગુજરાત

gujarat

અભિષેકે પિતા અમિતાભ બચ્ચન અને જૈકી શ્રોફ સાથેનો ફોટો કર્યો શેર, લખ્યુંં કે...

બૉલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને સોશિયલ મીડિયામાં પિતા અમિતાભ અને જૈકી શ્રોફ સાથેનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે.

By

Published : May 16, 2020, 11:46 PM IST

Published : May 16, 2020, 11:46 PM IST

Etv Bharat
Abhishek bachchan

મુંબઈઃ અભિનેતા અભિષેક બચ્ચનનું કહેવું છે કે તે હજી પણ તેના પિતા અમિતાભ બચ્ચન અને અભિનેતા જેકી શ્રોફને તાકીને જોતા હોય છે.

અભિષેકે બિગ બી અને જૈકી શ્રોફ સાથે તેમની યુવાવસ્થાની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરી છે. જેમાં જૈકી અને અમિતાભ બચ્ચન વાત કરતાં દેખાઈ છે, જ્યારે અભિષેક પિતા અમિતાભની બાજુમાં ઉભા છે. સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કરતાં અભિષેક બચ્ચને કેપ્શનમાં લખ્યું કે, 'હું હજી પણ આ બંનેને નિહાળું છુ' અભિષેકની આ પોસ્ટ પર જૈકી અને તેમના પત્ની આયેશાએ હાર્ટ ઈમોજી સેન્ડ કર્યા હતાં.

બૉલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનના કામની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ અજય દેવગનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'ધ બિગ બુલ' માં જોવાં મળશે.

ABOUT THE AUTHOR

...view details