ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ, બચ્ચન ફેમેલી કોરોના મુક્ત - અભિષેક બચ્ચન કોવિડ ટેસ્ટ નેગેટિવ

અભિષેક બચ્ચને કોરોના વાઇરસ સામે જીત મેળવી છે. આ સારા સમાચારને અભિષેકે ટ્વીટ શેર કર્યા છે. આ સાથે હવે આખું બચ્ચન પરિવાર કોરોના નેગેટિવ બની ગયું છે.

અભિષેક
અભિષેક

By

Published : Aug 8, 2020, 5:24 PM IST

મુંબઇ: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને કોરોના વાઇરસ સાથેની લડાઇ જીતી લીધી છે. તેમનો તાજેતરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિષેકે આ માહિતી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.

અભિષેકે ટ્વિટ કરીને લખ્યું કે, ' મારો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ મળ્યો છે. મેં તમને બધાને કહ્યું હતું કે હું તેને હરાવીશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો, નર્સોનો ખૂબ જ આભાર માનું છું. આભાર.'

અભિષેકના ચાહકો આ ટ્વીટની જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓની ખુશીમાં ખુશ છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે પરંતુ હજી સુધી અભિષેક ક્યારે ઘરે જશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

જો કે અભિષેકે આ યુદ્ધ પણ જીતી લીધું છે અને તેના આશીર્વાદ બદલ સૌનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details