ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનંદનના પિતાએ પાકિસ્તાનમાં કેદ પાયલોટ પર બનેલી મણિરત્નમની ફિલ્મમાં કરી હતી મદદ - film

હૈદરાબાદઃ વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપી દેવામાં આવ્યો છે. વાઘા બૉર્ડર પર હાલમાં તેમનું રેડક્રોસ સોસાઈટી દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

સૌ. ઈન્ટાગ્રામ

By

Published : Mar 1, 2019, 7:43 PM IST

અભિનંદનનું Mig-21 વિમાન પાકિસ્તાનમાં હુમલાને રોકવા દરમિયાન હવામાંથી જમીન પર આવી ગયું હતું. ત્યાર બાદથી તે પાકિસ્તાનમાં હતો. અભિનંદને પાકિસ્તાનના એક એફ-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું હતું.

અભિનંદનના પિતા એસ.વર્તમાન વાયુ સેનામાં ફાઈટર પાયલોટ રહી ચુક્યા છે. તેમણે મણિરત્નમની કારગિલ યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘કાતરૂ વેલિયિદાઈ’ના નિર્દેશનમાં પણ મદદ કરી હતી. જેમાં પાકિસ્તાનની કેદમાં પાયલોટની કહાની બતાવવામાં આવી હતી.

હવે આને કિસ્મતની રમત કહો કે એક સંજોગ, જે કહાણી માટે તેમણે નિર્દેશક મણિરત્નમની મદદ કરી તેવી જ કહાણી આટલા વર્ષો બાદ તેમના પુત્ર અભિનંદનને પોતાની જીંદગીમાં આ રીતે સત્યના રૂપમાં સામનો કરવો પડી રહ્યો છે.

અભિનંદનની પત્નિ તન્વી મારવાહ સ્ક્રાડ્રન લીડરના પદ પરથી રિટાયર થઈ ગયેલ છે. અભિનંદનના પિતાના પગલા પર ચાલતા 2004માં વાયુ સેનામાં જોડાયો હતો. તેમના પિતા 1973માં ફાઈટર પાયલોટ બન્યા હતા. તેઓ દેશના પ્રખ્યાત પાયલોટમાં સામેલ છે. તેમની પાસે 40 જેટલા વિમાન અને 4000 કલાકથી વધારે ઉડાન ભરવાનો અનુભવ છે. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન મિરાજ સ્ક્કાડ્રનના ચીફ ઓપરેશન્સ ઓફિસર હતા.

ABOUT THE AUTHOR

...view details