મુંબઇઃ કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે ચાલી રહેલા લૉકડાઉનમાં તમામ બૉલિવૂડ સ્ટાર્સ પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે આમિક ખાનની દિકરી ઇરા ખાને પોતાનો એક ફોટો શેર કર્યો હતો.
ઇરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એરપોર્ટનો એક ફોટો શેર કર્યો હતો. જેને લઇને તે ટ્રોલર્સનો શિકાર થઇ હતી અને લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી.
એવું લાગે છે કે, ઇરા ખાન અને ટ્રોલનો સંબંધ ખૂબ જ ગાઢ છે. ઘણીવાર પોતાની પોસ્ટને લઇને ઇરા ટ્રોલર્સનો નિશાન બનતી હોય છે.
આ વખતે પણ તેની સાથે એવું જ કંઇક થયું હતું, પોતાનો એરપોર્ટવાળો ફોટ શેર કરતા ટ્રોલ થઇ હતી અને લોકોએ તેને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા હતા.
આ સમયે સમગ્ર દેશમં લૉકડાઉન છે અને એવામાં એરપોર્ટવાળો ફોટો જોઇને લોકો હેરાન છે. લોકોએ પ્રશ્નો પૂછ્યા કે, ફ્લાઇટ્સ બંધ છે તો તે કઇ રીતે ટ્રાવેલ કરી રહી છે, તમે આ સમયે પણ ટ્રાવેલ કેમ કરી શકો... કારણ કે, તમે એક બૉલિવૂડ સ્ટારની દિકરી છે. કોઇએ તેને માસ્ક વિશે પણ પૂછ્યું હતું.
આ ઉપરાંત ઇરાએ આ ફોટોમાં જે ટીશર્ટ પહેર્યું છે, તેને લઇન પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી. જેના પર અલ્લાહ લખ્યું છે. જો કે યુવરાજ સિંહે પોતાની કમેન્ટમાં ટીશર્ટના વખાણ કર્યા હતા. જેના પર ઇરાએ કહ્યું કે, ઘણીવાર ટીશર્ટ પહેરે છે.
ઇરાની આ પોસ્ટ પર લોકોએ આમિર ખાનને આ સમયે આગળ ન આવવાની અને સરકારની મદદ ન કરવાને લઇને પણ પ્રશ્નો પૂછ્યા હતા. એક યૂઝરે લખ્યું કે, પાપાને કહો થોડું પીએમ રાહત ભંડોળમાં દાન કરે.