બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તે લોકો સાથે જોવા મળી જે લોકો મેટ્રો યાર્ડ માટે 2700 જેટલા વૃક્ષને કાપાવામાં આવી રહ્યા તે બાબતનો વિરોધ કરી રહ્યા હતાં. તેણે આ બાબતને લઇ એક ટ્વીટ પણ કર્યું. જેમાં તેણે સરકાર પાસે એક વખત ફરી વિચાર કરવા માટે અપિલ કરી હતી.
જાણો શા માટે વરસતા વરસાદમાં શ્રદ્ધા કપૂરે વિરોધ કર્યો!!! - ઈન્સ્ટાગ્રામ
મુંબઈઃ શહેરની ગોરેગાંવની આરે કોલોનીમાં શ્રદ્ધા કપૂરે ‘સેવ આરે’ સ્લોગન લખેલી ટી-શર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, મેટ્રો માટે આરે કોલોનીના 2700 ઝાડ કાપવાના છે. જેનો વિરોધ કરવા માટે અનેક લોકો ત્યાં આવ્યાં હતાં.
સૌ.ટ્વીટ
વિરોધ ઉપરાંત શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, મેટ્રો માટે 2700થી વધુ ઝાડ કાપવામાં આવશે. આ બાબત સ્વીકાર્ય નથી. આ વાત ચોંકાવનારી છે. આપણે અનેક પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ. મુંબઈ પહેલેથી જ પ્રદૂષણ-ગ્રસ્ત છે. હવે, ફેફસાંઓને કાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ વાતને રોકવી પડશે. શ્રદ્ધા એકલી બોલીવુડ સ્ટાર નથી જેણે આ વિરોધમાં હાજરી આરી હતી. શ્રદ્ધા સિવાય અભિનેત્રી દિયા મિર્ઝા, રવીના, ઇશા ગુપ્તા તથા રણદીપ હુડ્ડાએ પણ વિરોધ કર્યો હતો.