- કાર્તિક આર્યને 14 દિવસ બાદ આપી કોરોનાને માત
- કોરોનાને હરાવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
- કાર્તિક હાલમાં કરી રહ્યો છે ભૂલ ભૂલૈયા 2નું શૂટિંગ
હૈદરાબાદ: કાર્તિક આર્યન કોરોનાગ્રસ્ત થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ક્વોરન્ટાઈન હતો. સોમવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ટૂંક સમયમાં કામ પર પાછો ફરશે.
આ પણ વાંચો:અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ
22 માર્ચના રોજ રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
સોમવારે સવારે કાર્તિક આર્યને પોતાનો કોરોના રિપોર્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, "નેગેટિવ, 14 દિવસનો વનવાસ હવે પૂર્ણ થયો, કામ પર પાછો ફરીશ." કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ 22 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો.