ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હવે 'મોદી' નામની વેબ નવી સિરીઝ આવશે, PM મોદીના જીવનની અનકહી કહાની.. - news desk

ન્યૂઝ ડેસ્કઃ PM મોદીની બાયોપિક હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. જેમાં વિવેક ઓબેરૉય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જેની બીજી તરફ ડિઝિટલ પ્લેટફોર્મ ઈરોસ નાઉની વેબ સિરીઝમાં PM મોદીની કહાની જોવા મળશે. જેનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવી ચૂક્યું છે.

web

By

Published : Mar 13, 2019, 5:23 PM IST

'મોદી' ટાઈટલથી બની રહેલા 10 એપિસોડની આ વેબ સિરીઝને ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ અને બેંચમાર્ક પિક્ચર્સના ઉમેશ શુક્લા અને આશિષ વાઘ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બનેલી આ વેબ સિરીઝનું ફર્સ્ટ સુક પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉના ટ્વીટર હેંડલ પર પોસ્ટર શેર કરતા લખ્યું કે, 'સામાન્ય માણસથી PM સુધી, નેતા મોદીને જાણો છો, પરંતુ શું તમે તે માણસને જાણો છો? #ErosNow ભારતના PM પર સોથી વધારે માંગ ધરાવતી બાયોપિક #Modiની જાહેરાત કરી છે. @Umeshkshukla દ્વારા નિર્દેશિત મોદીના જીવનની અનકહી કહાનીની સાક્ષી બનનાર આ વેબ સીરિઝ એપ્રિલમાં રીલિઝ થશે.'

આ સાથે જ પોસ્ટરના થોડા સમય પહેલા ઈરોસ નાઉના ટ્વીટર હેન્ડલ પર જ વેબ સીરિઝની ઘણી તસવીરો શેર કરતા લખ્યું કે, 'એક અનકહી કહાનીની સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ. એપ્રિલ, 2019માં ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર 'મોદી' ટાઈટલથી બનેલી 10 એપિસોડની આ વેબ સીરિઝનું પ્રીમિયર હશે.


ABOUT THE AUTHOR

...view details