મળતી માહિતી મુજબ, કોહેને જણાવ્યું કે, તે પોતાના જન્મ વખતે ટ્રાંસજેન્ડર હતો. આ એક એવા સમુદાય છે, જેને પાતાના નાગરિક અધિકાર માટે સમાજમાં ખૂૂબ જ સંઘર્ષ કરવો પડે છે.
હા હું ટ્રાંસજેન્ડર છુંઃ માઈકલ કોહેન - Hollywood
લૉસ અન્જેલિસઃ લાઈવ એક્શન સિટકૉમ ‘હેન્ત્રી ડેેંજર’ અને ‘ધ એડવેન્ચર ઓફ કિડ ડેન્જર’માં કામ કરનારા અભિનેતા માઈકલ ડી. કોહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, વીસ વર્ષ પહેલા તેમણે એક મહિલામાંથી પુરૂષના બન્યા છે.
43 વર્ષનો કોહેનનું કહેવુ છે કે, પોતાના આત્મ-વર્ણન માટે તેમણે ‘ટ્રાંસજેન્ડર’ શબ્દ પસંદ નથી. કારણ કે, તેમને એવુ લાગે છે કે, આ શબ્દ પુરો નથી. આ શબ્દમાં અધુરો છે. કોહેને કહ્યું કે, ભલે કે એક યુવતીના રૂપમાં જન્મ લીધો હોય પરંતુ અંદરથી તે હમેંશા એક યુવક રહેશે.
20 વર્ષની ઉંમરથી આ કેનેડીયન અભિનેતાએ મહિલાથી પુરૂષના રૂપમાં બદલવાનું શરુ કર્યુ હતું. વર્ષ 2014માં તે હેન્ત્રી ડેંજર પર શ્વોજ શ્વાર્ટ્ઝની ભૂમિકામાં આવેલ. તેમણે પોતાની ઓળખાણનો ખુલાસો તે સમયે કર્યો ન હતો. પરંતુ તાજેતરની રાજનીતિમાં તેમને આ વિશેષઅધિકારની પરવાનગી આપેલ નથી. કોહેનનું કહેવુ છે કે, "હું આ સમુદાયથી સંબંધિત છું અને આ મારા પોતાની લોકો છે"