- ભાગ્યે જ જોવા મળતો નજારો સર્જાયો
- ભારે વરસાદ અને કરાના માર વચ્ચે ફેશન મોડલ્સનું રેમ્પ વોક
- ફેશન હાઉસને જાણ હોવા થતાં કર્યો કાર્યક્રમ, યુઝર્સે ટીકા પણ કરી
ન્યૂઝ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર જાતભાતના વિડીયો જેવા મળતાં હોય છે. જેના પર દર્શકો મન ભરીને કોમેન્ટ કર્યાં વિના રહી શકતાં નથી. આવો એક વિડીયો વાયરલ થયો છે જેને લોકો ખૂબ જ લાઈક્સ આપી રહ્યાં છે. અલબત્ત તે વિડીયો આશ્ચર્યમાં મૂકનારો તો છે જ.
મોસમની વિપરિતતા છતાં મોડેલ્સે રેમ્પ વોક ચાલુ રાખ્યું
વાત એમ છે કે ઇટાલી ફેશન હાઉસ ડોલ્સ એન્ડ ગબાના દ્વારા તાજેતરમાં મોડલ્સ સાથે એક રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પ વોકના સમય દરમિયાન જ કુદરતે તેની એવી કરામત દર્શાવી કે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો અને ભારે વરસાદ અને કરાના મોટા મોટા ટુકડા પડવા શરુ થઈ ગયાં. ઘડીભરમાં તો રેમ્પ પર વોચ કરી રહેલા મોડલ્સ બધું જોઇ રહ્યાં અને શો મસ્ટ ગો ઓનના ન્યાયે મોસમનો મિજાજ બગડયો હોવા છતાં પોતાની અદાછટાઓ ન છોડી કે ન તો સ્ટેજ છોડ્યું. તમામ મોડલ્સે પોતે પહેરેલા અવનવા ડ્રેસ અપ સાથે રેમ્પ વોક કરવાનું ચાલુ રાખ્યું હતું.