બેજિંગ: શંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 25 જુલાઇથી 2 ઓગસ્ટ દરમિયાન આયોજિત થશે. તેમજ 26મો શંઘાઈ ટીવી ફેસ્ટિવલ 3થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
25 જુલાઈએ શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે - કોવિડ-19
23મા શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ચાઇના મીડિયા ગ્રુપ અને શાંઘાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી ફેલાયા બાદ ચીનમાં આયોજિત પહેલો આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ હશે.
કોવિડ-19 મહામારી ફેલાયા બાદ ચીનમાં આયોજિત પહેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ હશે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અને ટીવી મહોત્સવનું ઓનલાઇન અને ઓફલાઇન આયોજન થશે. આ આયોજનનું ઉદેશ્ય મહામારીના પ્રભાવને ઘટાડવાનો, ફિલ્મો અને નાટકો જોવાની દર્શકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને ફિલ્મ ઉદ્યોગને પુનર્સ્થાપિત કરવાનો છે.
મળતા અહેવાલ અનુસાર, 23મા શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ચાઇના મીડિયા ગ્રુપ અને શાંઘાઇ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. જ્યારે 26મા શાંઘાઈ ટીવી ફેસ્ટિવલનું આયોજન ચીની રાજકીય ફિલ્મ અને ટીવી બ્યુરો, ચાઇના મીડિયા ગ્રુપ અને શાંઘાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે.