ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી કરી - એલિઝાબેથનો 94મો જન્મદિવસ

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયે પોતાના 94મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર રિવાજ અનુસાર બંદૂકોની સલામી આપવામાં આવે છે, પરંતુ કોરોના વાઇસને કારણે તે વિધિ કરવામાં આવી ન હતી.

Etv Bharat, Gujarati News, Queen Elizabeth Birthday
Queen Elizabeth II marks her 94th birthday

By

Published : Apr 21, 2020, 1:14 PM IST

લંડનઃ બ્રિટનની મહારાણી એલિઝાબેથે પોતાનો 94મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર રીત-રિવાજ અનુસાર બંદૂક આપીને સલામી આપવામાં આવે છે, પરંતુ કોરોના વાઇરસના ફેલાવાથી દુનિયામાં સંકટનો માહોલ છે, ત્યારે તેણે વિધી કરી ન હતી.

ક્વિન એલિઝાબેથે દ્વિતિય યૂકેને સંબોધન કરતા રાષ્ટ્રના આરોગ્ય કાર્યકરોની પ્રશંસા કરી હતી અને લોકોને સ્વ-શિસ્તનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તે પોતાનો 94મો જન્મદિવસ સ્વ-એકાંતમાં વિતાવશે અને તેના પતિ પ્રિન્સ ફિલિપ કોરોના વાઇરસના કારણે ઘટાડેલા સ્ટાફ સાથે વિન્ડસર કેસલ ખાતે રોકાયા છે.

આ દુર્લભ ટેલિવિઝન ભાષણમાં, ક્વિન એલિઝાબેથ દ્વિતીય યૂકેને સંબોધન કરતા રાષ્ટ્રના આરોગ્યકર્મીઓની પ્રશંસા કરી હતી અને લોકોને કોરાના વાઇરસમાં સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની અપીલ કરી હતી.

બ્રિટિશ રાજાના શાસનકાળમાં તે એક નવીનતમ કટોકટી છે અને મુશ્કેલીના 12 મહિના બાદ તેમના પૌત્ર પ્રિન્સ હેરી અને તેની પત્ની મેઘન માર્કલે વરિષ્ઠ રોયલ્સ તરીકેની ભૂમિકા છોડી છે. તેનો પુત્ર પ્રિન્સ એન્ડ્રયુ પણ જાહેર ફરજોમાંથી ખસી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રાણી કોરોના વાઇરસને કારણે વર્ષો જૂની બંદુકની પરંપરા નહીં નિભાવે અને સ્વ-એકાંતમાં જ પોતાનો જન્મદિવસ પસાર કરશે.

ABOUT THE AUTHOR

...view details