મુંબઇઃ બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી તેમની એક્ટિંગથી ચાહના મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમના 20 વર્ષ પૂરા કરવા જઇ રહી છે..
તેમને લઇને અભિનેત્રીએ એક બેહતરીન સફર કરી છે. દેશી ગર્લથી લઇને એક ગ્લોબલ આઇકન બનવા સુધીની તેમની આ સફર બેમિસાલ રહી છે. તે તેમની ખુબસુરત સફર માટે 20 વર્ષ પૂરા કરીને પ્રિયંકા આ સમયને ખાસ સેલિબ્રેટ કરવા જઇ રહી છે..
આ વાતની જાહેરાત થતા પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા જણાવી રહી છે કે, આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યાની સાથે તેમની કેરિયરના 20 વર્ષની યાદોનો તાજી કરવા જઇ રહી છે. તેમની જિંદગીમાં ખાસ ગહરી અસર પડી છે. તેથી પ્રિયંકા લોકોને ખાસ સંદેશો પણ આપ્યો છે.
વીડિયોની સાથે કેપ્શનમાં અભિનેત્રીએ જણાવ્યું કે, આ ખુશી મનાવવાનો સમય છે. 2020માં મારે આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે. આ કેમ થયુ મને કઇ ન ખબર પડી, તમારા બધાનો હમેંશા સાથ રહ્યો છે. હું તમને બધાને મારી આ સફર જણાવવા જઇ રહી છું.
આ વીડિયોને જોઇને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ છે. સાથે સાથે તેમના ચાહકો કોંમેન્ટ બોક્સમાં તેમનો જવાબ પણ આપી રહ્યાં છે. સાથે તેમના ચાહકો પણ એકસાઇટેડ છે કે, પ્રિંયકા તેમની આ લાંબી સફરને લઇને શુ શેર કરશે, તેમના ચાહકો રાહ જોઇ રહ્યાં છે.