અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોન્સ બ્રધર્સ આ ગીત ગાતા નજરે પડી રહ્યા છે.
જોનસ બ્રધર્સનું 'સકર' ગ્રેમી 2020ના ગ્રુપ પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ થયું - news on jonas brothers
મુંબઇ: જોનસ બ્રધર્સના 'સકર' ગીતને ગ્રેમી 2020ના ગ્રુપ પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરાયું છે. બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જોનસ બ્રધર્સને અભિનંદન આપ્યા હતા.
જોનસ બ્રધર્સનું 'સકર' ગ્રેમી 2020ના ગ્રુપ પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ થયું
પ્રિયંકાએ વીડિયો શેર કરતાં લખ્યું હતું- 'જોનસ બ્રધર્સ, મને તમારા પર ગર્વ છે. હું તમને પ્રેમ કરું છું, નિક જોનસ.
જોનસ ભાઈઓ નિક, જો અને કેલ્વિન 2013 માં જુદા થઇ ગયા હતા. ત્યારબાદ 2019માં ત્રણેય એક સાથે સકર' ગીત માટે એકત્ર થયા હતા. આ ગીત 1 માર્ચ 2019ના રોજ રજૂ થયું હતું. જે ખૂબ પ્રખ્યાત થયું હતું. જોનસ બ્રધર્સ સાથે પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર અને ડેનીલા જોનસ પણ આ ગીતમાં જોવા મળ્યા હતા.