ગુજરાત

gujarat

By

Published : May 24, 2020, 8:17 AM IST

ETV Bharat / sitara

પિકસારે એનિમેશમાં બનાવ્યો ઈતિહાસ, પહેલીવાર ગે પાત્રની વાર્તાનો કર્યો ખુલાસો

ડિઝનીના એનિમેશન સ્ટુડિયો પિકસરે શોર્ટ ફિલ્મ 'આઉટ' માં પ્રથમ લીડ ગે પાત્ર રજૂ કર્યું છે. ગ્રેગ નામના ગે પાત્રની વાર્તાનું ટીઝર પણ સ્ટુડિયોના ઓફિશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યુ છે.

Pixar unveils
Pixar unveils

લોસ એન્જલસ: પિક્સર એનિમેશન સ્ટુડિયોએ તેની શોર્ટ ફિલ્મ 'આઉટ' વડે એનિમેશન શૈલીનો ઇતિહાસ રચ્યો છે. સ્ટુડિયોએ ફિલ્મમાં તેનું પ્રથમ ગે લીડ પાત્ર રજૂ કર્યું.

હોલીવુડ મીડિયા દ્વારા અહેવાલ મુજબ, ડિઝનીની માલિકીની કમ્પ્યુટર-જનરેટેડ એનિમેશન સ્ટુડિયોએ તેના સ્પાર્કશોર્ટ્સ પ્રોગ્રામના ભાગરૂપે ડિઝની સ્ટ્રીમિંગ સેવા પર એલજીબીટીક્યુ-થીમ આધારિત ટૂંકી ફિલ્મનો પ્રીમિયર કર્યો હતો.

નવ મિનિટની આ ફિલ્મમાં ગ્રેગ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ વાર્તા દર્શાવે છે કે, ગ્રેગ તેના માતાપિતા પાસેથી પોતાની સેસક્યુલિટી છુપાવવાનો પ્રયત્ન કરે છે અને તેના માતાપિતા આવે તે પહેલાં તેના બોયફ્રેન્ડને દૂર કરે છે.

પિકસાર પહેલીવાર કોઈ શોર્ટ ફિલ્મ દ્વારા ગે લીડ પાત્ર રજૂ કરી રહ્યો છે, અને ડિઝનીએ એનિમેટેડ ગે મુખ્ય પાત્ર દર્શાવ્યું તે પણ આ પહેલી વાર છે.

જો કે, ફિલ્મના સત્તાવાર સારાંશમાં 'ગે' શબ્દ અને ગ્રેગની જાતીયતાનો ઉલ્લેખ નથી. આ શબ્દનો ઉપયોગ ક્લિપમાં પણ થતો નથી, પરંતુ ગ્રેગ અને તેના પ્રેમીની પ્રેમાળ તસવીર તેની વાસ્તિવિકતા તરફ સૌનું ધ્યાન દોરે છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details