નવી દિલ્હીઃ ડોક્યુમેન્ટ્રી 'ધ ઝૂઃ કોવિડ 19 એન્ડ એનિમલ્સ' પ્રાણીઓ પર કોવિડ-19 મહામારીના પ્રભાવ પર આધારિત છે.
હાલમાં જ જ્યારે બ્રોંક્સ ઝૂ તરફથી આ વાતની જાહેરાત કરવામાં આવ્યું હતું કે, ત્યાં 4 વર્ષીય મલાયન વાઘ નાદિયા ઘાતક કોરોના વાઇરસના સંક્રમિત છે, તો દુનિયા આ વાતથી હેરાન રહી ગઇ કે, શું જાનવર પર પણ તેનો પ્રભાવ પડે છે. આવા કેટલાય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
વન્ય જીવો પર આધારિત ફિલ્મોના નિષ્ણાંત અને વાઘ વિશેષજ્ઞ ડેવ સેલમની આ ડોક્યુમેન્ટ્રીમાં આ જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સેલમનીએ વિશ્વ સ્વાસ્થય સંગઠનથી લઇને જીવ વૈજ્ઞાનિક અને પશુ ચિકિત્સકો સાથે આ સબંધિત ચર્ચા કરી હતી. જેથી એ વાતની જાણ થાય કે, વાઇરસ કોઇ રીતે જાનવરોને પ્રભાવિત કરે છે અને કઇ રીતે આ જ પાળતુ પ્રાણીઓના માલિક અબોલા અને પોતાના પરિવારની રક્ષા કરી શકે છે.
સેલમની કહે છે કે, જ્યારે નાદિયા વિશે ખબર પડી, તો મગજમાં સૌથી પહેલો પ્રશ્ન મને પોતાના પાળતુ પ્રાણીઓને લઇને આવ્યો કે, કોઇ પણ રીતે હું તેમને અને મારા પરિવારને સુરક્ષિત રાખી શકું. અમે આ ડોક્યુમેન્ટ્રીના માધ્યમથી આવા પ્રશ્નોના જવાબ આપીશું. અમે વિશ્વ સ્વાસ્થય સંગઠનથી લઇને પશુ ચિકિત્સક અને જીવ વૈજ્ઞાનિક જેવા તમામ વિશેષજ્ઞો સાથે વાત કરી હતી.
'ધ ઝૂઃ કોવિડ 19 એન્ડ એનિમલ્સ'ને 17 મેના દિવસે ડિસ્કવરી પ્લસ એપ પર પ્રસારિત કરવામાં આવશે.