ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હૉલીવુડ અભિનેત્રી નતાલી પોર્ટમૈનને ઈરફાન ખાનના નિધન પર શોક વ્યકત કર્યો - હૉલીુવડ અભિનેત્રી નતાલી પોર્ટમૈન

હૉલીવુડ ઓસ્કાર અભિનેત્રી નતાલી પોર્ટમેનને ઈરફાન ખાનના નિધન પર શોક વ્યકત કર્યો. આ સાથે જ તેમણે કહ્યું કે ઈરફાનના ફેન્સ અને પરિવારને પ્રેમ મોકલું છું.

ETv Bharat
irrfan khan

By

Published : Apr 30, 2020, 4:47 PM IST

લૉસ એન્જેલિસઃ બુધવારે બૉલીવુડના પ્રભાવશાળી અભિનેતા ઈરફાન ખાનનું નિધન થયું હતું. અભિનેતાના અલવિદા પર કેટલાય સ્ટાર્સ અને રમતવીરો સહિત ફેન્સે શોક વ્યકત કર્યો હતો. આ કડીમાં ઓસ્કર વિજેતા અભિનેત્રી નતાલી પોર્ટમૈને પણ ઈરફાને શ્રદ્ધાંજલિ અર્પી છે. આ સાથે જ તેના પરિવાર અને સગા સંંબંધીઓને પ્રેમ અને દુઆ મોકલી છે.

ઈરફાન ખાનને યાદ કરતાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ઈરફાન ખાન સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં હોલીવુડ સ્ટાર દુલ્હનના ડ્રેસમાં ઈરફાનને પકડીને ઉભી છે, તો ઈરફાન ખાન બ્લેક અને વ્હાઈટ સુટમાં પોઝ આપતાં દેખાઈ છે.

ફોટો કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, ' ઈરફાન ખાનના પ્રિય લોકોને આજે પ્રેમ મોકલું છું.'

નતાલી પોર્ટમૈન અને ઈરફાન ખાન

આપને જણાવી દઈએ કે ઈરફાન ખાન અને નતાલી પોર્ટમૈને 'ન્યુયોર્ક, આઈ લવ યુ' ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. જે વર્ષ 2008માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી.

આ ઉપરાંત એંજલિના જોલીએ પણ ઈરફાન ખાનન નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાજંલિ અર્પી હતી.

ઈરફાન ખાને વર્ષ 2001માં હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી હૉલીવુડ ફિલ્મ ' ધ વોરિયર' હતી. ત્યાર બાદ તેમણે ઈન્ટરનેશનલ દર્શકોમાં પોતાની છાપ ઉભી કરી હતી. ત્યાર બાદ તેમણે ' લાઈફ ઓફ પાઈ ' અને 'જુરાસિક પાર્ક' જેવી હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી પોતાની ક અલગ જ ઓળખાણ બનાવી હતી.

ABOUT THE AUTHOR

...view details