ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19ના ભય વચ્ચે મેડોનાએ લીધા રાહતના શ્વાસ... - antibodies

મેડોનાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તેનો કોરોના વાઈરસ એન્ટિબોડીઝનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાયિકાએ રાહતનો શ્વાસ લીધો છે.

madonna
મેડોના

By

Published : May 2, 2020, 8:38 AM IST

વોશિંગ્ટન ડીસી: ક્વોરેન્ટાઈન ડાયરી શ્રેણીની નવી પોસ્ટ દ્વારા અમેરિકન ગાયિક મેડોનાએ ખુલાસો કર્યો કે, તેને કોરોના વાઈરસ એન્ટિબોડીઝનો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

61 વર્ષીય ગાયિકાએ આ જાહેરાત ઈન્સ્ટાગ્રામના આઈજીટીવી પર પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને કરી હતી.

મેડોનાએ જણાવ્યું કે, બીજા દિવસે મારા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે મને જાણ થઈ કે, મારી પાસે કોરોના એન્ટિબોડીઝ છે. જે કારણે હું ખુબ જ ખુશ છું. કાલે હું કારમાં લાંબી ડ્રાઈવ પર જવાની છું ,અને હું બારી નીચે આટાફેરા કરીશ.

કોરોના વાઈરસ એન્ટિબોડીઝ હોવાએ વાઈરસ અથવા સંબંધિત વાઈરસ દ્વારા ચેપ સામે રક્ષણ પૂરુ પાડે છે.

ઉલ્લેખનીય છે કે, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો(સીડીસી)એ જણાવ્યું હતું કે, એન્ટિબોડીઝનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી કોરોના વાઈરસ સામે પ્રતિરક્ષા મળે છે. આ વાતની હજૂ પુષ્ટી થઈ નથી. જેકે, એક મીડિયા રિપોર્ટમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, એન્ટિબોડીઝના રિપોર્ટ કરવાથી કોરોના વાઈરસ સામે પ્રતિરક્ષા મળે છે.

ABOUT THE AUTHOR

...view details