લૉસ એન્જેલિસઃ ડિઝની 1973ની ક્લાસિક એનિમેટેડ ફિલ્મ 'રોબિન હુડ'ના લાઈવ એક્શન રિમેક બનાવવા જઈ રહ્યું છે.
રોબિન હુડના નવા વર્ઝનને સીબીઆઈ અને લાઈવ એક્શન હાઈબ્રિડ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવશે, જેવું 'ધ જંગલ બુક' અને 'ડંબો'ની રિમેકમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ફિલ્મ સ્ટુડિયોના સ્ટ્રીમિંગ સર્વિસ ડિઝની પ્લસ માટે બનાવવામાંં આવી રહ્યો છે.
હોલીવૂડના મીડિયા અનુસાર મળતી માહિતી મુજબ, કારી ગ્રામલુંડ જેમણે સ્ટુડિયો માટે પહેલા ' લેડી એન્ડ ધ ટ્રમ્પ' નું લાઈવ એક્શન લખ્યું હતું, તે જ આ નવી ફિલ્મ 'રોબીન હુડ'ની રિમેક લખશે. તેમજ જસ્ટિન સ્પ્રિંગર દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટનું નિર્દેશન કાર્લોસ લોપેજ કરશે. .
'રોબીન હુડ' એક કોમિક અને મ્યુઝિકલ ફિલ્મ છે. જે અંગ્રેજીની ક્લાસિક લોક સાહિત્ય કહાની પર આધારિત ફિલ્મ છે. લોકોના બદલે આ ફિલ્મમાં જાનવરોને ફિચર કરવામાં આવ્યાં હતાં, જે પાત્રો સદિઓથી પોપ્યુલર છે.