મુંબઇ: અભિનેતા જૉની ડેપ આજે પોતાનો 57 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને તેના ચાહકોએ આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તેચાહકોએ તેને ખાસ ગિફ્ટ આપતા તેના નામનો હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કર્યો છે.
જૉની ડેપને ચાહકોએ જન્મદિવસ પર અભિનંદન આપ્યા, અભિનેતા થયા ટ્વિટર પર ટ્રેન્ડ અભિનેતાના અલગ અલગ આકર્ષક ભૂમિકાઓને યાદ કરીને ચાહકોએ અભિનંદન પાઠવ્યા અને સ્ટારનો જન્મદિવસ ખૂબ જ વિશેષ બનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા.
ફેન્સ અને ફોલોઅર્સના આ પ્રેમને કારણે જૉની ડેપ ટ્વિટર પર 13 હજારથી વધુ ટ્વીટ્સ સાથે ટ્વીટર પર છવાયેલા છે.
એક ચાહકે ડેપના લગભગ બધા જ જુદા જુદા પાત્રોનો કોલાજ શેર કર્યો અને લખ્યું, 'તે કહે છે કે હું જે કાંઈ પણ ઇચ્છું છું તે હું બની શકું છું. જન્મદિવસની શુભેચ્છાઓ # જૉની ડેપ.