મુંબઈ: સિંગર દર્શન રાવલનુ મોનસૂન સોન્ગ હાલમાં યુટ્યૂબ પર ખુબ ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતનુ નામ છે 'એક તરફા' અને સિંગર દર્શન રાવલ મૂળ ગુજરાતી સિંગર છે. ખાસ વાત એ છે કે દર્શન રાવલના "એક તરફા" ગીતે યુટ્યૂબ પર એક કરોડથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે.
દર્શન રાવલના "એક તરફા" સોંગે યુટ્યૂબ પર મચાવી ધમાલ, એક દિવસમાં મળ્યા 1 કરોડથી વધુ વ્યૂઝ - Mumbai latest news
સિંગર દર્શન રાવલના માનસૂન સોંગ "એક તરફા" લોકોને બહુ જ પંસદ આવ્યું છે. એકજ દિવસમાં આ સોંગે યુટ્યૂબ પર એક કરોડ કરતા પણ વધારે વ્યૂઝ મેળવ્યાં છે.
સિંગર દર્શન રાવલ હાલિયા માનસૂન ગીત "એક તરફા" નેે ઓનલાઇન એક કરોડ કરતા વઘારે વ્યૂઝ મળ્યાં
દર્શન રાવલના "એક તરફા" ગીતને 15 જુલાઇએ ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, એક જ દિવસમાં એક કરોડથી વધુ વ્યૂઝ પણ મેળવી ચૂક્યુ છે.
આ રોમેન્ટિક સોંગ દર્શને ગાવા સાથે ખુદ કમ્પોઝ પણ કર્યુ છે, અને યંગવીરે આના શબ્દો લખ્યા છે. દર્શન રાવલે કહ્યું કે, મને આનંદ છે કે "એક તરફા" ને આ રીતે હકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોનસૂનની સિઝન દરમિયાન કોઇ એક સોન્ગને રિલીઝ કરવુ કોઇ એક પરંપરા જેવુ બની ગયુ છે, અને અત્યાર સુધી આનુ રિઝલ્ટ ખુબ સારુ આવ્યુ છે.