સાન ફ્રાન્સિસ્કો: એલન મસ્કે આ ટ્વીટરની કંપની ખરીદી લીધી છે ત્યારથી ટ્વીટર ઘણી જ ચર્ચામાં છે. હવે ટ્વિટરને 'X' તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી રહ્યું છે, તેના માલિક એલોન મસ્કએ બુધવારે જણાવ્યું હતું કે, નવો લોગો સમય જતાં વિકસિત થશે. એક યુઝરે પોસ્ટ કર્યું, "X લોગો હવે વધુ બોલ્ડ અને આકર્ષક છે." ટ્વિટરના માલિક એલોન મસ્કએ કહ્યું કે, નવા Twitter લોગો X સમય સાથે વિકસિત થશે. X વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બનશે, મારા પર વિશ્વાસ કરો."
ટૂંક સમયમાં Android અને વેબ પર ઉપલબ્ધ થશે:ટ્વિટરએ ઘોષણા કરી હતી કે, તે એક એવી સુવિધા રજૂ કરી રહ્યું છે, જે વેરિફાઈડ વપરાશકર્તાઓને અમુક વિડિઓઝ ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. જો કે, મંગળવાર પહેલાં અપલોડ કરેલા વિડિઓઝ ડાઉનલોડ કરી શકાતા નથી. આ સુવિધા હાલમાં iOS પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં Android અને વેબ પર ઉપલબ્ધ થશે. ઉપરાંત, જો યુઝર્સ તેમના વિડિયોને કોઈપણ દ્વારા ડાઉનલોડ કરવા માંગતા ન હોય, તો તેઓ તેમની ટ્વિટ લખતી વખતે તેમના વિડિયો પર 'Allow video to be downloading' વિકલ્પને ડિસેબલ કરી શકે છે.