સાન ફ્રાન્સિસ્કો: ટેક જાયન્ટ ગૂગલે જાહેરાત કરી છે કે, તે ગૂગલ મીટમાં એક નવું ફીચર ઉમેરી રહ્યું છે. જેની મદદથી યૂઝર્સ Google સ્લાઇડ્સ પ્રેઝન્ટ કરતી વખતે Google Meetમાં તેમની સ્પીકર નોટ્સ જોઈ શકશે. ટેક જાયન્ટે વર્કસ્પેસ અપડેટ્સ બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, 'યુઝર્સ કૉલની અંદર તેમની સ્પીકર નોંધ પ્રદર્શિત કરવા માટે Meetમાં સ્લાઇડ કંટ્રોલ બારમાં નવા સ્પીકર નોટ્સ બટન પર ક્લિક કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો:નેપાળ પ્લેન ક્રેશમાં આ પ્રખ્યાત ગાયકીનું મૃત્યુ, Pm મોદીએ વ્યક્ત કર્યો શોક
ગૂગલ મીટ ન્યૂ ફિચર: વ્યક્તિગત Google એકાઉન્ટ્સ ધરાવતા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. નવી સુવિધા સાથે, યુઝર્સ પોતાને વધુ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી શકે છે અને નોંધો અને સ્લાઇડ્સ વચ્ચે સ્વિચ કર્યા વિના તેમના પ્રેક્ષકો સાથે જોડાઈ શકે છે. વધુમાં આ સુવિધામાં વહીવટી નિયંત્રણ નથી અને તે વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ગૂગલ મીટમાં નવી સુવિધા ઉપલબ્ધ થશે.