ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Ballistic Missile Fires: ઉત્તર કોરિયાએ જાપાન તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાને જાહેર કરી ચેતવણી - જાપાનના સમુદ્ર તરફ વધુ એક મિસાઈલ છોડી

ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્ર તરફ વધુ એક મિસાઈલ છોડી છે. જાપાનના પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તર કોરિયાની મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં નથી પડી. જો કે જાપાન સરકારે હોકાઈડોના રહેવાસીઓને ચેતવણી જારી કરી હતી.

Ballistic Missile:
Ballistic Missile:

By

Published : Apr 13, 2023, 6:43 PM IST

ટોક્યોઃઉત્તર કોરિયાએ ગુરુવારે કોરિયન દ્વીપકલ્પના પૂર્વ કિનારેથી જાપાનના સમુદ્ર તરફ મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આ જાણકારી આપી છે. જો કે આ અંગે જાપાનના પીએમએ કહ્યું કે ઉત્તર કોરિયાની મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં નથી પડી.

સાવચેતી રાખવા સુચના:જાપાનના વડાપ્રધાન કાર્યાલયે આ નિર્ણાયક સમયે તમામ જરૂરી સાવચેતી રાખવાની ચેતવણી જારી કરી છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાની મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં પડી નથી. જો કે સાવચેતીના ભાગરૂપે જાપાન સરકારે હોકાઈડોના રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે પહોંચવા સુચના આપી હતી.

આ પણ વાંચો:India-US economic partnership: સીતારામન અને યેલેને બે દેશની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા કરી ચર્ચા

જાપાને ચેતવણી જાહેર કરી: જાપાનના પીએમઓએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તેણે અધિકારીઓને માહિતી એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા સૂચના આપી છે. આ સાથે જાહેર જનતા, વિમાન અને અન્ય સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. AFP ન્યૂઝ એજન્સી અનુસાર, જાપાન સરકારે પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. એક ચેતવણીમાં જાપાન સરકારે હોકાઈડોના રહેવાસીઓને તેમના ઘર છોડીને તાત્કાલિક સલામત સ્થળે પહોંચવા જણાવ્યું હતું.

આ પણ વાંચો:North Korea: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને 'આક્રમક' પરમાણુ વિસ્તરણની લીધી સપથ

સંભવિત પગલાં લેવા વિનંતી:મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોરિયન મિસાઈલ જાપાનના જળ વિસ્તારમાં છોડવામાં આવી છે. વડા પ્રધાન કાર્યાલયે સાવચેતી માટે તમામ સંભવિત પગલાં લેવા વિનંતી કરી છે. જાપાનના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા તરફથી જાપાનના સમુદ્ર તરફ મિસાઈલ છોડવામાં આવી છે. જોકે, તપાસ ચાલુ હોવાથી તેમણે વધુ વિગતો આપી ન હતી. NHK વર્લ્ડ અનુસાર, જાપાને ચેતવણી જારી કરી છે કે ઉત્તર કોરિયાની મિસાઈલ હોકાઈડો પ્રીફેક્ચરમાં અથવા તેની નજીક આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details