ફ્લોરિડા: ફ્લોરિડાના દરિયાકાંઠે તોફાનનો ખતરો (Hurricane threat along Florida coast) હોવાને કારણે નાસા ફરીથી તેના ન્યૂ મુન રોકેટના પ્રક્ષેપણને મોકૂફ રાખી રહ્યું (NASAs Moon rocket launch delayed) છે. ઈંધણ લીક થવાના કારણે રોકેટને ઓગસ્ટથી ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ હરિકેન ઈયાન સપ્ટેમ્બરના અંતમાં રોકેટને કેનેડી સ્પેસ સેન્ટર ખાતેના હેંગર પર પાછા ફરવા દબાણ કર્યું હતુું. રોકેટને ગયા અઠવાડિયે લોન્ચ પેડ પર પાછું ખસેડવામાં આવ્યું હતું.
વાવાઝોડું આવવાની આગાહી: મંગળવારે અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે, તે ઉષ્ણકટિબંધીય તોફાન નિકોલને કારણે ઓછામાં ઓછા આવતા બુધવાર સુધી પ્રક્ષેપણમાં વિલંબ કરી રહી છે. જે આગામી થોડા દિવસોમાં કેટેગરી 1 વાવાઝોડા તરીકે ફ્લોરિડાના એટલાન્ટિક દરિયાકાંઠે અથડાવાની આગાહી છે. સ્પેસ સેન્ટર વાવાઝોડાની ચેતવણી હેઠળ છે. પરંતુ નાસા રોકેટને લોન્ચ પેડ પર રાખી રહ્યું છે. નાસાએ કહ્યું કે, રોકેટને ભારે વરસાદ અને તેજ પવનનો સામનો કરી શકે તેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે.