- સર્ફેસ નિયો જેવા નવા ડ્યુઅલ-સ્ક્રીન ડિવાઇસીસ સાથે લોન્ચ થવાના હતી
- વિન્ડોઝ 10X ઓપરેટિંગ સિસ્ટમ ક્રોમ ઓએસના હરીફ તરીકે બનાવવામાં આવેલી
- માઇક્રોસોફ્ટ લાઇટ અને સરળ વિન્ડોઝ 10X ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરશે નહીં
ન્યુ દિલ્હી: માઇક્રોસોફ્ટે પુષ્ટિ કરી છે કે, તે લાઇટ અને સરળ વિન્ડોઝ 10X ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરશે નહીં. ક્રોમ ઓએસના હરીફ તરીકે બનાવવામાં આવેલી, વિશ્વમાં 10X ઓપરેટિંગ સિસ્ટમ સર્ફેસ નિયો જેવા નવા ડ્યુઅલ-સ્ક્રીન ડિવાઇસીસ સાથે લોન્ચ થવાના હતી.
આ પણ વાંચોઃમાઇક્રોસોફ્ટ કંપનીના બોર્ડ દ્વારા એક કર્મચારી સાથેના સંબંધો બાબતે બિલ ગેટ્સની પૂછપરછ કરાઈ
વિન્ડોઝ 10X નામના કોઈ ઉત્પાદનને 2021માં બજારમાં લાવવાના બદલે અમે અમારા અત્યારસુધીના પ્રવાસથી શીખી રહ્યા છે
વિન્ડોઝ સર્વિસિંગ અને ડિલિવરીના પ્રમુખ જ્હોન કેબલે મંગળવારે એક બ્લોગ પોસ્ટ કરીને કહ્યું કે, વિન્ડોઝ 10X નામના કોઈ ઉત્પાદનને 2021માં બજારમાં લાવવાના બદલે અમે અમારા અત્યારસુધીના પ્રવાસથી શીખી રહ્યા છે અને વિન્ડોઝ અને કંપનીના અન્ય ભાગો જોતા ઉત્પાદનોમાં મુખ્ય મૂળભૂત 10X તકનીકના એકીકરણને વેગ આપી રહ્યા છે.
10X ટેકનોલોજી તેના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે
માઇક્રોસોફ્ટે કહ્યું કે, તેની ટીમો એવા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, જ્યાં 10X ટેકનોલોજી તેના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. તે સોફ્ટવેર અને હાર્ડવેર બન્નેમાં પ્રૌદ્યોગિકી અનુભવોનું પણ મૂલ્યાંકન કરશે. જે ભવિષ્યમાં તેના ગ્રાહકો માટે ઉપયોગી સાબિત થશે.
કંપની માટે ગ્રાહક પ્રથમ ફોકસ છે