ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

5G સર્વિસ રિચાર્જ પ્લાનની કિંમત વિશે મોટો ખુલાસો - સ્પીડટેસ્ટ ડાઉનલોડ કરો

ઓનલાઈન કોમ્યુનિટી પ્લેટફોર્મ LocalCirl ના એક અહેવાલ (Online community platform LocalCirl) મુજબ, ઘણા યુઝર્સો 5G માટે (5g services in 4g mobile) તૈયાર છે, જો તે કૉલ ડ્રોપ્સ અથવા કનેક્શન્સ, નેટવર્ક ઉપલબ્ધતા અને ઓછી ઝડપ જેવી સમસ્યાઓનો ઉકેલ આપે છે. અન્ય 43 ટકાએ સૂચવ્યું કે, તેઓ 10 ટકા વધારાની કિંમત (5g service cost) ચૂકવવા તૈયાર છે.

Etv Bharat5G સર્વિસ રિચાર્જ પ્લાનની કિંમત વિશે મોટો ખુલાસો
Etv Bharat5G સર્વિસ રિચાર્જ પ્લાનની કિંમત વિશે મોટો ખુલાસો

By

Published : Oct 16, 2022, 7:20 AM IST

નવી દિલ્હી:ભારતે પસંદગીના શહેરોમાં કેટલીક જગ્યાએ 5G સેવા શરૂ કરી છે.5G પર સ્વિચ કરવા ઇચ્છુક લોકોમાંથી, 43 ટકા 3G અથવા 4G સેવાઓ માટે વર્તમાન કિંમત (5g service cost) કરતાં વધુ કંઈપણ ચૂકવવા તૈયાર નથી. શુક્રવારે એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓનલાઈન કોમ્યુનિટી પ્લેટફોર્મ LocalCirlના એક રિપોર્ટ (Online community platform LocalCirl) અનુસાર, જો તે કોલ ડ્રોપ્સ અથવા કનેક્શન, નેટવર્કની ઉપલબ્ધતા અને ઓછી સ્પીડ જેવી સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડે તો ઘણા વધુ યઝર્સો 5G માટે તૈયાર છે. અન્ય 43 ટકાએ સૂચવ્યું કે, તેઓ 10 ટકા સુધીની વધારાની કિંમત ચૂકવવા તૈયાર છે. તેમાંથી માત્ર 2 ટકા લોકોએ 5g માટે 25 થી 50 ટકા વધુ કિંમત ચૂકવવાની તૈયારી દર્શાવી.

વધુની સ્પીડ પ્રદાન: ભારતમાં પ્રદેશ અને કનેક્ટિવિટી પર આધાર રાખીને 40 થી 50Mbps ની 4G સ્પીડની સામે, 5G સેવા 300 Mbps કે તેથી વધુની સ્પીડ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. રિલાયન્સ જિયો અને એરટેલે લોન્ચના પ્રથમ તબક્કા માટે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, વારાણસી, ચંદીગઢ, દિલ્હી, જામનગર, ગાંધીનગર, મુંબઈ, પુણે, લખનૌ, કોલકાતા, સિલીગુડી, ગુરુગ્રામ અને હૈદરાબાદની ઓળખ કરી છે.

રિપોર્ટ અનુસાર: સર્વેમાં સામેલ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાંથી માત્ર 5 ટકા 2022માં5Gપર સ્વિચ કરવા માટે તૈયાર છે. સર્વેમાં સામેલ 20 ટકા લોકોએ કહ્યું કે, તેમની પાસે પહેલેથી જ 5G ઉપકરણ છે, જ્યારે 4 ટકા લોકોને આ વર્ષે સેવા મળવાની સંભાવના છે. અન્ય 20 ટકા લોકોએ કહ્યું કે, તેઓ 2023 માં 5G ઉપકરણો ખરીદશે. ભારતમાં 500 મિલિયનથી વધુ સ્માર્ટફોન યઝર્સોમાંથી, લગભગ 100 મિલિયન પાસે આ વર્ષના અંત સુધીમાં 5G તૈયાર ઉપકરણો હોવાની અપેક્ષા છે.

ઉત્તરદાતાઓ:લગભગ 24 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે, તેઓ નજીકના ભવિષ્યમાં નવું અપગ્રેડેડ ઉપકરણ ખરીદવાની કોઈ યોજના નથી ધરાવતા, જ્યારે અન્ય 22 ટકા લોકોએ હજુ સુધી તેમનું મન બનાવ્યું નથી. ટેલિકોમ વિભાગે આ સપ્તાહની શરૂઆતમાં ઓપરેટરો તેમજ ફોન ઉત્પાદકોને તેમની યોજનાઓ વિશે સરકારને અપડેટ કરવા માટે મળ્યા હતા, જેથી 5G રોલ આઉટ વહેલામાં વહેલી તકે થઈ શકે.

નેટવર્ક ઉપલબ્ધતા: સેમસંગે જણાવ્યું હતું કે, તેઓ તેમના ઓપરેટર ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે અને નવેમ્બરના મધ્ય સુધીમાં તેના તમામ 5G ઉપકરણો પર OTA અપડેટ રોલઆઉટ કરવા માટે પ્રતિબદ્ધ છે. Appleએ જણાવ્યું હતું કે, તે ડિસેમ્બરમાં iPhone યુઝર્સો માટે 5G રોલ આઉટ કરવાનું શરૂ કરશે. મોટાભાગના મોબાઇલ ગ્રાહકો અપેક્ષા રાખે છે કે, 5G સેવામાં અપગ્રેડ કરવાથી કૉલ ડ્રોપ અથવા કનેક્ટ સમસ્યાઓ ઘટશે, વધુ સારી નેટવર્ક ઉપલબ્ધતા અને ઝડપ વધશે.

ABOUT THE AUTHOR

...view details