મોસ્કો: ફેશન ઉદ્યોગપતિ યુસાકુ મિજાવા (fashion tycoon yusaku maezawa), તેમના પ્રોડ્યુસર યોજો હિરાનો અને રશિયન અંતરિક્ષ યાત્રીએલેક્ઝેન્ડર મિસુર્કિન રશિયન સોયુજ સ્પેસક્રાફ્ટ (russian soyuz spacecraft)થી રવાના થયા હતા. તેઓ ઝેજ્કાજગન શહેરથી લગભગ 148 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં સવારે 9 વાગીને 12 મિનિટ પર કઝાકિસ્તાનમાં ઉતર્યા. મિજાવા (46) અને તેમના 36 વર્ષના પ્રોડ્યુસર 2009 બાદથી ખુદ પૈસા ચૂકવીને અંતરિક્ષ સ્ટેશનમાં જનારા પહેલા પર્યટક (first self paying tourist to space) છે.
આ મિશન માટે 80 મિલિયન USDથી વધુની ચૂકવણી કરી
ગયા અઠવાડિયે ધ એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા સ્પેસ સ્ટેશનથી લાઇવ ઇન્ટરવ્યુ (live interview from the space station)માં મેઝાવાએ કહ્યું હતું કે, "એકવાર તમે અવકાશમાં હોવ, ત્યારે તમને ખ્યાલ આવે કે આ અદ્ભુત અનુભવ કરવો કેટલો મૂલ્યવાન છે." 12 દિવસના મિશન માટે તેમણે USD 80 મિલિયનથી વધુની ચૂકવણી કરી હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા મિજાવાએ કહ્યું કે, તેઓ કરારની રકમ જાહેર કરી શકે તેમ નથી, પરંતુ તેમણે (Japanese space tourist) સ્વીકાર્યું કે તેમણે ઘમી મોટી રકમ ચૂકવી છે.
મિજાવાની કુલ સંપત્તિ 1.9 બિલિયન USD હોવાનો અંદાજ