ચેન્નાઈ:ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસે વોર્ડ સ્તરે વરસાદની આગાહી કરવા માટે સ્થાનિક પ્રાદેશિક હવામાન મોડલ (Regional Climate Model) વિકસાવ્યું છે.હવે તેનો ઉપયોગ ચેન્નઈ કોર્પોરેશનમાં થઈ રહ્યો છે. સિંચાઈ વ્યવસ્થાપન માટે હવામાનની આગાહી પૂરી પાડવા માટે આ IIT મદ્રાસના વિદ્વાન કૃતિગાનો સંશોધન પ્રોજેક્ટ હતો અને હવે તેનો ઉપયોગ ચેન્નાઈ કોર્પોરેશનમાં પૂર ઘટાડવા અને સ્થાનિક સ્તરે વરસાદની સચોટ આગાહી (Accurate forecast of rainfall at local level) કરવા માટે થઈ રહ્યો છે.
પ્રોજેક્ટ મોડલ કર્યુ માન્ય: IIT મદ્રાસે પણ પ્રોજેક્ટમોડલને માન્ય કર્યું છે અને તેને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (C-DAC) માં અમલમાં મૂક્યું છે, જે દરરોજ ચલાવવામાં આવે છે. પ્રોજેક્ટ ડેટા તમિલનાડુ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે દરરોજ શેર કરવામાં આવે છે. IIT મદ્રાસના સૂત્રોએ IANSને જણાવ્યું કે, હવામાનની આગાહી અઠવાડિયાના સાતેય દિવસે રોજ કરવામાં આવે છે.
ચોમાસાની આગાહી: નોંધનીય છે કે, હાલમાં ભારતીય હવામાન વિભાગ (IMD) સમગ્ર દેશ માટે મોટા પાયા પર હવામાન મોડલ ચલાવી રહ્યું છે અને તે દક્ષિણપશ્ચિમ ચોમાસા પ્રત્યે વધુ વિશિષ્ટ છે, જે દેશ માટે પ્રાથમિક ચોમાસું છે. જો કે, તમિલનાડુનું મુખ્ય ચોમાસું ઉત્તરપૂર્વીય ચોમાસું છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી અનિયમિત રહ્યું છે. જેના કારણે ચોમાસાની આગાહીમાં કેટલાક ગ્રે વિસ્તારો જોવા મળ્યા છે.
આબોહવા મોડેલ:IIT મદ્રાસના સૂત્રોએ IANS ને જણાવ્યું કે, પ્રીમિયમ સંસ્થા વેધર રિસર્ચિંગ અને ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરી રહી છે અને દ્વીપકલ્પના ભારતના દક્ષિણ વિસ્તારોની જરૂરિયાતોને અનુરૂપ તેને સંશોધિત કરી છે. નવું મૉડલ 4 કિમી રિઝોલ્યુશનનું છે. જ્યારે IMD મૉડલનું રિઝોલ્યુશન 25 કિમીનું છે અને તેથી વધુ સ્થાનિક અનુમાન પ્રદાન કરવામાં સક્ષમ હશે. ચેમ્બરમબક્કમ જળાશયના ઉપરવાસમાં કે, ડાઉનસ્ટ્રીમમાં વરસાદ છે કે કેમ તેની માહિતી પણ રેકોર્ડ કરી શકાય છે અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીને પૂરી પાડવામાં આવી શકે છે. જેનો ઉપયોગ યોગ્ય પૂર ઘટાડવા માટે થઈ શકે છે.
નદીના પૂર પર નિયંત્રણ:IIT મદ્રાસના સૂત્રોએ IANSને જણાવ્યું હતું કે, ચેન્નાઈ કોર્પોરેશનમાં અજમાયશ ધોરણે અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટને તિરુનેલવેલી જિલ્લામાં લંબાવવામાં આવશે. જ્યાં સુધી તિરુચીને સંબંધ છે ત્યાં સુધી થમીરાબારાની નદીમાં પ્રવાહ એ મુખ્ય આગાહી છે અને જો નદીના ગ્રહણ વિસ્તારોમાં સંભવિત વરસાદની આગાહી સચોટ રીતે કરવામાં આવે, તો તે તે વિસ્તારમાં પૂરને ઓછું કરવામાં મદદ કરશે. (IANS)