નવી દિલ્હી:ગુગલે Meet યુઝર્સ માટે વીડિયોને ઓટોમેટિક (Google Meet automatic feature) ફ્રેમ કરીને વિઝિબિલિટી વધુ સારી બનાવવા માટે એક નવી સુવિધાની જાહેરાત કરી છે. કંપની (google meet new feature) એ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, કોઈ યુઝર મિટિંગમાં જોડાય તે પહેલાં, Google Meet આપમેળે વીડિયોને ફ્રેમ તૈયાર કરીને આપશે. સુનિશ્ચિત કરશે કે, દરેક વ્યક્તિ સમાન રીતે દેખાય. આ માટે મિટમાં આપમેળે ઝુમ ઈન અને ઝુમ આઉટના ફીચર્સ હશે.
ગુગલ મિટ નવી સુવિધા:મિટ ફીચર્સનો સૌથી વધારે ઉપયોગ કોરોનાકાળમાં થયો હતો. આ જરૂરીયાતને ધ્યાને લઈને કંપનીએ આ ફીચરને વધારે સ્મૂથ કરવા માટે પગલાં લીધા છે. ચાલું મિટિંગ દરમિયાન કોઈનું ધ્યાન બીજે ન જાય એ માટે ફીચરમાં કેટલાક વિકલ્પો આપેલા છે. પણ આનાથી મિટની સ્પીડમાં કે વીડિયો ફીચર્સમાં કોઈ ફેર પડતો નથી. આ સૌથી મોટી અને ખાસ વાત છે. ઓટોમેટિંગ ફ્રેમિગ માત્ર એક જ વખત થાય છે. જેનાથી કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ બેઠ હોય એ વ્યવસ્થિ દેખાય. આ સિવાય વીડિયોને કોઈ પણ સમયે મેન્યુઅલી રિફ્રેમ કરી શકાય છે. આ સુવિધા પર કોઈ એડમિનના કંટ્રોલમાં નથી.