સાન ફ્રાન્સિસ્કો: ગૂગલે સારી સુરક્ષા માટે સ્ટેબલ M108 વર્ઝન સાથે ક્રોમમાં પાસકી સપોર્ટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું (chrome new update) છે. ગૂગલે ગુરુવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, પાસકી એ પાસવર્ડ્સ (google password manager) અને અન્ય ફિશેબલ પ્રમાણીકરણ પરિબળો માટે સુરક્ષિત રિપ્લેસમેન્ટ છે. તે વધુ સુરક્ષિત છે કારણ કે, તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. સર્વર ભંગમાં લીક થતા નથી અને યુઝર્સને ફિશિંગ હુમલાઓથી સુરક્ષિત કરે છે.
ETV Bharat / science-and-technology
ફિશિંગ હુમલાઓનો સામનો કરવા અને ઑનલાઇન સુરક્ષા સુધારવા માટે નવી Google Chrome સુવિધા - ક્રોમ એનર્જી સેવર મોડ
સાઇન ઇન કરવા માટે, વપરાશકર્તાઓએ પોતાને એ જ રીતે પ્રમાણિત કરવું પડશે જે રીતે તેઓ ઉપકરણને અનલૉક કરે (google password manager) છે. કંપનીએ કહ્યું, "ક્રોમ (chrome new update)ના નવીનતમ સંસ્કરણ સાથે, અમે તેને Windows 11, macOS અને Android પર સક્ષમ કરી રહ્યા છીએ."
ગૂગલ ક્રોમ પાસકી: પાસકીઝ ઉદ્યોગના ધોરણો અનુસાર બનાવવામાં આવી છે અને તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ (OS) પર કામ કરી શકે છે. તેનો ઉપયોગ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ બંને સાથે થઈ શકે છે જે તેમને સપોર્ટ કરે છે. Passkeys વડે સાઇન ઇન કરવા માટે, યુઝર્સે પોતાની જાતને એ જ રીતે પ્રમાણિત કરવી પડશે જે રીતે તેઓ કોઈ ડિવાઈઝને અનલૉક કરે છે. કંપનીએ કહ્યું, "ક્રોમના નવીનતમ સંસ્કરણ સાથે અમે Windows 11, macOS અને Android પર પાસકીને સક્ષમ કરી રહ્યા છીએ."
ગૂગલ ક્રોમ પાસવર્ડ: "Android પર તમારી પાસકીઝને Googleપાસવર્ડ મેનેજર અથવા પાસકીને સપોર્ટ કરતા અન્ય કોઈપણ પાસવર્ડ મેનેજર દ્વારા સુરક્ષિત રીતે સમન્વયિત કરવામાં આવશે." યુઝર્સ ડેસ્કટોપ ડિવાઈઝ પર તેમના નજીકના સ્માર્ટફોનમાંથી પાસકીનો ઉપયોગ કરવાનું પણ પસંદ કરી શકે છે. વેબસાઈટ સાથે સુરક્ષિત રીતે જનરેટ થયેલ કોડની આપલે કરવામાં આવે છે. તેથી લીક થઈ શકે તેવું કંઈ નથી. ઓક્ટોબરમાં ગૂગલે તેમના ક્રોમ કેનેરીમાં પાસકી સપોર્ટ રજૂ કર્યો છે, જે ટેક જાયન્ટના બ્રાઉઝરનું પ્રાયોગિક સંસ્કરણ છે.