ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Apple iphone 12 સિરીઝ લોન્ચ, જાણો ફીચર્સ - 5 G નેટવર્ક્સ રોલ આઉટ

5 G યુગમાં પ્રવેશતા, Apple એ આઇફોન 12, આઇફોન 12 મીની, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ જેવા મોડલો સહિત આઇફોન 12 શ્રેણીના ચાર નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

Apple iphone 12 સિરીઝ લોન્ચ
Apple iphone 12 સિરીઝ લોન્ચ

By

Published : Oct 16, 2020, 10:10 AM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

ક્યુપર્ટિનો (કેલિફોર્નિયા): એપલે આઇફોન 12, આઇફોન 12 મીની, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ મોડલો સાથે વૈશ્વિક સ્તરે તેની આઇફોન 12 શ્રેણી લોન્ચ કરી છે. કંપનીએ જાહેરાત કરી કે 6.1-ઇંચનો આઇફોન 12 અને 5.4 ઇંચનો આઇફોન 12 મીની નવી ડિઝાઇન સાથે લોન્ચ થયો છે. એપલે 5 G ક્ષમતાઓનો દાવો કર્યો છે.

ગતિ શોધવી એ એક પડકાર હોઈ શકે છે, જ્યાં ટેલિકોમ ઓપરેટર્સ 5 G નેટવર્ક્સ રોલ આઉટ કરી રહ્યા છે, જ્યારે યુ.એસ. સહિત વિશ્વના મોટા ભાગોમાં, હજી પણ ગતિમાં કોઈ વધારો થયો નથી અને એવા કોઈ લોકપ્રિય ગ્રાહક એપ્લિકેશન નથી કે જેને 5 Gની જરૂર હોય.

જાણો Apple iphone 12 સિરીઝના ફીચર્સ

  • આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ 128 GB, 256 GB અને 512 GB મોડલોમાં ગ્રેનાઇટ, સિલ્વર, ગોલ્ડ અને રપેસિફિક બ્લુ રંગમાં ઉપલબ્ધ હશે. જેની કિંમતો અનુક્રમે રૂપિયા 119,900 અને 129,900 થી શરૂ થશે. એપલના આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સમાં પાછળના ભાગમાં એક નવો સેન્સર આપવામાં આવ્યો છે.
  • આ ટેકનોલોજી આઈપેડ પ્રોમાં પ્રથમ માર્ચમાં લોન્ચ કરવામાં આવી હતી. આઇફોન 12 ભારતમાં 30 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. આઇફોન 12 ના પ્રી ઓર્ડર 16 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબરથી વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થશે.
  • આઇફોન 12 અને આઇફોન 12 મીની, 64 GB, 128 GB અને 256GB મોડલો બ્લૂ, ગ્રીન,બ્લેક, સફેદ અને લાલ રંગમાં ઉપલબ્ધ હશે, જે અનુક્રમે રૂપિયા 79,900 અને 69,900 રૂપિયાથી શરૂ થશે.
  • આઇફોન 12 મીની 6 નવેમ્બરથી પ્રી ઓર્ડર માટે અને વૈશ્વિક સ્તરે 13 નવેમ્બરથી ઉપલબ્ધ રહેશે.
  • નવા ડિઝાઇન કરેલા આઇફોન 12 મોડલમાં વધુ સારા અનુભવ અને નવા સિરેમિક શીલ્ડ ફ્રન્ટ કવર માટે ઝડપી, વિસ્તૃત એઝ-ટૂ એઝ સુપર રેટિના XDRની સુવિધા આપવામાં આવી છે, જે આ આઇફોનને શ્રેષ્ઠ બનાવે છે.

Appleના વર્લ્ડવાઈડ માર્કેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ જોસવાકે કહ્યું કે, 5Gના આગમનથી આઇફોન માટે એક નવા યુગની શરૂઆત થઈ છે અને અમે આઇફોન 12 અને આઇફોન 12 મીની સાથે અમારા ગ્રાહકો માટે આ નવી ક્ષમતાઓ લાવવા માટે ઉત્સાહીત છીએ.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details