કેલિફોર્નિયા: એપલે મંગળવારના રોજ એપલ મ્યુઝિક પર 2 નવા રેડિયો સ્ટેશન લોન્ચ કર્યા છે. જે ભારત સહિત 165 દેશોના મ્યુઝિક લવરને સંગીતનો આંનદ આપશે.
ETV Bharat / science-and-technology
એપલે 2 નવા રેડિયો સ્ટેશન લોન્ચ કર્યા - Apple announces two new live radio stations & renames Beats
અમેરિકન કંપની એપલે મંગળવારના રોજ એપલ મ્યુઝિક પર 2 નવા રેડિયો સ્ટેશન લોન્ચ કર્યા છે. જેને ભારત સહિત 165 દેશોમાં સાંભળી શકાશે.
એપલ બે નવા રેડિયો સ્ટેશન લોન્ચ કર્યા
આ બન્ને રેડિયો સ્ટેશનના નામ એપલ મ્યુઝિક હિટ્સ અને એપલ મ્યુઝિક કન્ટ્રી છે. એપલ મ્યુઝિક હિટ્સના ગ્રાહકો 1980, 1990 અને 2000ના દાયકાના લોકપ્રિય ગીત સાંભળી શકશે, જ્યારે એપલ મ્યુઝિક કન્ટ્રીમાં દેશના મુખ્ય સંગીતનો આનંદ માણી શકશે.
એપલ મ્યુઝિક બિટ્સના ઉપાધ્યક્ષ સસરે જણાવ્યું કે, એપલ મ્યુઝિક રેડિયો દરેક શૈલીના કલાકારો માટે એક અનોખો વૈશ્વિક મંચ પૂરો પાડશે.
Last Updated : Feb 16, 2021, 7:52 PM IST