નવી દિલ્હી:ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) પર આધારિત 75 અત્યાધુનિક મિલિટરી પ્રોડક્ટ્સ વિકસાવી છે અને ડિઝાઇન કરી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સોમવારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તેઓને પ્રદર્શિત કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સૈન્ય ઉત્પાદનો 'આત્મનિર્ભર ભારત' હેઠળ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Apple Watch Series 8નું આ ફિચર જણાવશે કે, તમને તાવ છે કે કેમ ?
ભારત પાસે પહેલાથી જ એરક્રાફ્ટ છે:સંરક્ષણ મંત્રાલયના (India’s defence ministry) એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, કેટલાક ઉત્પાદનોમાં 'ફેશિયલ રેકગ્નિશન' (Facial Recognition) ટેક્નોલોજીનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ પ્રેસ મીટની બાજુમાં જણાવ્યું હતું કે, આ 75 ઉત્પાદનોમાંથી ઘણા પહેલેથી જ સેના પાસે છે અથવા તૈનાત થવાની પ્રક્રિયામાં છે. અન્ય 100 પ્રોડક્ટ પાઇપલાઇનમાં છે. ઉત્પાદનોને સેવાઓ, સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સ અને સંશોધકો દ્વારા વિકસાવવામાં આવે છે. ઉત્પાદનો કે જે ડોમેનમાં છે તે, ઑટોમેશન/અનમેન્ડ/રોબોટિક્સ સિસ્ટમ્સ, સાયબર સિક્યુરિટી, હ્યુમન બિહેવિયર એનાલિસિસ, ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, સ્પીચ/વોઇસ એનાલિસિસ અને કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર અને ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ રિકોનિસન્સ (C4ISR) સિસ્ટમ્સ અને ઓપરેશનલ ડેટા એનાલિટિક્સ વગેરે છે. આવનારા સમયમાં આવા AI (Artificial Intelligence) આધારિત ઉત્પાદનોને વિદેશમાં નિકાસ કરી શકાય છે. આ યાદીમાં ભારત પાસે પહેલાથી જ 'બ્રહ્મોસ' મિસાઈલ અને 'તેજસ' લાઇટ કોમ્બેટ (Brahmos and the Tejas) એરક્રાફ્ટ છે.