ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

કિયા કંપનીએ લોન્ચ કરી ઈ-કાર, એક વાર ચાર્જ કરવાથી 500 કિમી ચાલશે - પહેલી ઓલ ઈલેક્ટ્રિક કાર

એલન મસ્ક સંચાલિત ટેસ્લાને ટક્કર આપવા માટે દક્ષિણ કોરિયાની નંબર 2 વાહન બનાવતી કંપની કિયાએ એક ઈલેક્ટ્રિક કાર EV6નું અનાવરણ કર્યું છે. આ કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર છે, જે એક વાર ચાર્જ કર્યા પછી 500 કિલોમીટરથી વધુની યાત્રા કરી શકે છે. આ ઉપરાંત આમાં 18 મિનીટમાં 80 ટકા સુધી બેટરી ચાર્જ કરવાની ક્ષમતા પણ છે. EV6માં અન્ય EVSની તુલનામાં વધારે જગ્યાની સાથે આકર્ષક ઈન્ટિરિયર મળે છે.

કિયા કંપનીએ લોન્ચ કરી ઈ-કાર, એક વાર ચાર્જ કરવાથી 500 કિમી ચાલશે
કિયા કંપનીએ લોન્ચ કરી ઈ-કાર, એક વાર ચાર્જ કરવાથી 500 કિમી ચાલશે

By

Published : Apr 1, 2021, 3:26 PM IST

  • દક્ષિણ કોરિયાની બીજા નંબરની કંપની છે કિયા
  • 18 મિનીટમાં 80 ટકા ચાર્જ થશે ઈ-કારની બેટરી
  • EV6માં વધારે જગ્યાની સાથે આકર્ષક ઈન્ટિરિયર મળશે

આ પણ વાંચોઃવીવો એક્સ 60 પ્રો ભારતમાં થયો લોન્ચ

સોલઃ કિયાએ પહેલી ઓલ ઈલેક્ટ્રિક કાર EV6નું અનાવરણ કર્યું છે, જેની કિંમત 4.5 કરોડથી 5.5 કરોડ વોન (40,000 ડોલર અને 48,500 ડોલર) છે. આ કિંમત ટેસ્ટાની એન્ટ્રિ લેવલ ઓલ ઈલેક્ટ્રિક સેડાનની બરાબરી છે.

EV6 કિયાની ઈલેક્ટ્રિક વાહનોની યોજના અંતર્ગત આવનારી આ પહેલી ઈલેક્ટ્રિક કાર

એક ઓનલાઈન વર્લ્ડ પ્રીમિયર ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાની બીજા નંબરની કાર નિર્માતાએ પોતાની ક્રોસઓવર EV6ને પોતાની મૂળ કંપની હુંડઈ મોટર ગૃપના ઈલેક્ટ્રિક ગ્લોબલ પ્રોડ્યુસર પ્લેટફોર્મ (ઈ-GMP)ને આધાર પર પ્રદર્શિત કરાઈ છે. ગયા મહિને હુંડાઈ ઈઓનિક 5 માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EV6 કિયાની ઈલેક્ટ્રિક વાહનોની યોજના અંતર્ગત આવનારી આ પહેલી ઈલેક્ટ્રિક કાર છે, જે કંપનીને 2026 સુધી પોતાની EV ડ્રાઈવ માટે તૈયાર કરી છે. ઓટોમેકરના અન્ય EV મોડલ નીરો અને સોલ છે, જેને ગેસ અને હાઈબ્રિડ વેરિયન્ટની સાથે રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃશાઓમીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Mi Mix Fold' લોન્ચ કર્યો

કિયાના અધ્યક્ષ સોન્ગ હો સુંગે કાર વિશે આપી માહિતી

કિયાના અધ્યક્ષ સોન્ગ હો સુંગે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, EV6 પહેલું મોડલ છે, જે કિયા તરફથી એક વાહન નિર્માતાથી એક અભિનવ ઈનોવેટિવ મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકે પોતાને બદલવા માટે પોતાના વિઝનની જાહેરાત બાદ આવી છે.

ABOUT THE AUTHOR

...view details