ગુજરાત

gujarat

ETV Bharat / science-and-technology

Aditya-L1: ગણેશ ચતુર્થીના દિવસે ઈસરોએ આપી ખુશખબરી, આદિત્ય-L1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું - આદિત્ય L1એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું

આદિત્ય-એલ1નું સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) સાધન સક્રિય થઈ ગયું છે અને તેણે તેની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Etv BharatAditya-L1
Etv BharatAditya-L1

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 3:42 PM IST

હૈદરાબાદઃસૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં મોકલવામાં આવેલા ઈસરોના પ્રથમ અવકાશ મિશન આદિત્ય એલ-1એ મોટા સમાચાર આપ્યા છે. ઈસરોએ આદિત્ય-L1 મિશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યું છે કે, આદિત્ય-L1એ વૈજ્ઞાનિક ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.

ISROએ શું કહ્યું ? : ISROએ X પરની તેની એક પોસ્ટમાં જણાવ્યું કે, આદિત્ય-L1માં સ્થાપિત STEPS ઈન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50 હજાર કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઈલેક્ટ્રોનને માપવાનું શરૂ કરી દીધું છે. ISRO અનુસાર આદિત્ય-L1 જે ડેટા એકત્ર કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે. આ આંકડો એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઊર્જાસભર કણોના વાતાવરણમાં ભિન્નતા દર્શાવે છે.

ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે થશેઃઆગામી ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા 19 સપ્ટેમ્બરના રોજ સવારે 2 વાગ્યે થશે. આદિત્ય-L1 એ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર, સૂર્ય-પૃથ્વીના પ્રથમ લેગ્રેંજિયન બિંદુ (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા છે. પૃથ્વીની ભ્રમણકક્ષા પરિવર્તનની પ્રથમ, બીજી અને ત્રીજી પ્રક્રિયા અનુક્રમે 3, 5 અને 10 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

આદિત્ય L-1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?:આદિત્ય L-1ને 2 ઓગસ્ટના રોજ સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યોને સમજવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ

  1. Aditya L1: આદિત્ય એલ-1 એ સફળતાપૂર્વક ચોથી વખત કક્ષા બદલી- ઈસરો
  2. Aditya L1 Launch: સુરજની સફરે આદિત્ય L-1, 4 મહિનામાં 15 લાખ કિલોમીટર કાપશે
  3. 'Aditya L1' ISRO Update : 'આદિત્ય L1' એ પૃથ્વીની ભ્રમણકક્ષાની પ્રથમ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી

ABOUT THE AUTHOR

...view details