ગુજરાત

gujarat

ETV Bharat / opinion

વિશ્વ પ્રવાસન દિવસ-2020, પ્રવાસન ઉદ્યોગની તકો પર આજે ફરીથી વિચારવાનો સમય - ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટનેસ ઇન્ડેક્સ

વિશ્વ પ્રવાસન દિવસ 2020- વિશ્વની સંસ્કૃતિ અને વારસાને સાચવવાનો અને પ્રોત્સાહિત કરવા માટેના પ્રવાસનની ખુબ વિશેષ ભુમિકા રહેલ છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વર્ષ 1980થી  આપણા સમાજ અને સંસ્કૃતિના તમામ ભાગોના વિકાસ માટે પર્યટનના મહત્વને ઉજાગર કરવા  માટે  દર વર્ષે વિશ્વ પર્યટન દિવસનું આયોજન કરવામાં આવે છે.

World Tourism Day
વિશ્વ પ્રવાસન દિવસ

By

Published : Sep 27, 2020, 1:40 PM IST

વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક વિકાસ અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે મહત્વ સાથે પ્રકાશિત કરવાનો છે. કોવિડ-19 મહામારી સમયે આ વિશ્વ પર્યટન દિવસ તેના સામાજીક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક મુલ્ય દ્વારા , ટકાઉ તેમજ વિકાસના લક્ષ્યોમાં કેવી રીતે ફાળો આપે છે. તે બાબત સાથે પર્યટન ક્ષેત્રના ભવિષ્ય પર ફરીથી વિચાર કરવાની તક પણ આપે છે.પ્રવાસન આપણને મહામારીના ભયથી આગળ વધારીને લોકોને સાથે રાખીને એકતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપીને આ કપરા સમયે વૈશ્વિક સહકારને આગળ વધારી શકાય તેમ છે.

પ્રથમવાર સંયુક્ત યજમાન એક સાથે સેવા આપશે

વિશ્વ પર્યટન દિવસમાં 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખતવાર વિશ્વ પર્યટન દિવસ 2020 ની સત્તાવાર ઉજવણીનું આયોજન યુએનડબ્લ્યુટીઓના સભ્ય રાજ્ય દ્વારા નહીં પણ વિવિધ દેશોના જૂથ દ્વારા કરવામાં આવી રહ્યુ છે .મર્કોસુર રાષ્ટ્રો જેમ કે આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરાગ્વે, ઉરુગ્વે અને ચીલે દ્વારા આંતરરાષ્ટ્રીય એકતા અને સહયોગની હાલની આવશ્યકતાને દર્શાવામાં આવી છે. જે પ્રવાસન માટે આ કામ કરવામાં આવી રહ્યુ છે. જેમાં એકસાથે તમામ દેશો સામાન્ય ધ્યેય માટે કામ કરે છે.

ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય યુનિયન ઓફિસયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 27 સપ્ટેમ્બર 1970ના રોજ મેક્સિકો સિટીમાં વિશેષ એસેમ્બલી યોજવામાં આવી હતી અને સ્ટેચ્યુ ઓફ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇઝેશનના મોડલને અપનાવ્યુ હતુ. ત્યારબાદ UNWTO ઓ દ્વારા સપ્ટેમ્બર 1979ના અંતમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતુ અને પ્રથમવાર 27 સપ્ટેમ્બર 1980ના રોજ વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

27 સપ્ટેમ્બરને વિશ્વ પર્યટન દિવસ માટે કેમ પસંદ કરવામાં આવ્યો?

27મી સપ્ટેમ્બર1970 ની તારીખ વિશ્વ પર્યટનના મહત્વના સીમાચિન્હ સાતે સુસંગત છે. કારણે કે UNWTOના કાયદાને સ્વીકારવાની વર્ષગાઠ પણ છે. ઉપરાંત, UNWTO મુજબ વિશ્વ પર્યટન દિવસ યોગ્ય છે કારણ કે ઉત્તરી ગોળાર્ધના અંતમાં પર્યટન સીઝન આવે છે. અને દક્ષિણ ગોરાર્ધમાં પર્યટન સીઝનની શરુઆત થાય છે. જેથી દર વર્ષે વિવિધ થીમ સાથે આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

તમને ખબર છે?

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વભરના પર્યટક ટ્રાફિકમાં 58% થી 78% ઘટાડો હોવાનો અંદાજ છે

પર્યટન ક્ષેત્ર પૃથ્વી પર દર દસ લોકોમાંથી એક વ્યકિત ને રોજગારી આપે છે. રોગચાળાને કારણે, પર્યટન સાથેના 100-120 મિલિયન લોકો રોજગારી સીધી જોખમમાં છે.

ગ્રામીણ સમુદાયોમાં યુવાનો બેરોજગાર થવાની સંભાવના ત્રણ ગણા વધારે છે. પર્યટન એ એક જીવનરેખા છે, જે યુવાનોને સ્થળાંતર કર્યા વિના આજીવિકા મેળવવાની તક આપે છે

મજૂર-સઘન આવાસ અને ખાદ્ય સેવાઓ એકલા વિશ્વવ્યાપી 144 મિલિયન જેટલા કામદારોને રોજગાર પૂરો પાડે છે..

મોટાભાગના પર્યટન સાથે સાહસોમાં 50 થી ઓછા કર્મચારીઓના સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસોનો સમાવેશ થાય છે.

આવાસ અને ફુડ સેવાઓમાં 51 મિલિયન રોજગારી પર મોટો પ્રભાવ પડવાથી આ વ્યવસાયો અસાધારણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ભારતના પર્યટન ક્ષેત્ર પર એક નજર

ભારત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટનેસ ઇન્ડેક્સ (ટીટીસીઆઈ) 2019માં 140 દેશોમાંથી 34 મા ક્રમે છે.

ભારતને પ્રતિવર્ષ 11 મિલિયન વિદેશી પ્રવાસીઓ મળે છે, જે તેના કદ અને તે સંબંધિત સંભાવનાની તુલનામાં ખુબ નાનું છે.

પર્યટન એ દેશ માટે વિદેશી વિનિમયના મહત્વપૂર્ણ સ્રોત હોવા ઉપરાંત સંભવિત વિશાળ રોજગાર સર્જન કરે છે. વર્ષ 2019 સુધીમાં ભારતમાં પર્યટન ક્ષેત્રે 2.૨ કરોડ નોકરીઓ સર્જાઈ હતી, જે દેશના કુલ રોજગારના 8.1 ટકા છે. 2028 સુધીમાં આ સંખ્યા વાર્ષિક બે ટકા વધીને 52.3 મિલિયન નોકરી થવાની ધારણા છે.

પર્યટન ઉદ્યોગ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનમાં 9.2% હિસ્સો ધરાવે છે અને દેશની 8% વસ્તીને રોજગારી આપે છે. પર્યટન ક્ષેત્રે વિદેશી વિનિમય ફાળો 28 અબજ ડોલર છે..

ભારતમાં પર્યટન ઉદ્યોગ પર કોવિડ-19ની અસર

ઉદ્યોગ ચેમ્બર સીઆઈઆઈ અને હોસ્પિટાલિટી કન્સલ્ટિંગ ફર્મ હોટેલિવટના એક અભ્યાસ મુજબ. ભારતીય મુસાફરી અને પર્યટન ઉદ્યોગ અને ક્ષેત્ર સાથે જોડાયેલી આખી વેલ્યુ ચેઇનને આશરે 5 લાખ કરોડ રૂપિયા અથવા 65.57 અબજ ડોલરનું નુકસાન થવાની સંભાવના છે.

રોગચાળાએ ભારતીય અર્થવ્યવસ્થાના લગભગ દરેક ક્ષેત્રને અસર કરી છે, કદાચ મુસાફરી, પર્યટન અને આતિથ્ય ક્ષેત્રે સૌથી વધુ અસર થઈ છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલના જણાવ્યા મુજબ, ભારતમાં પર્યટન અને આતિથ્યક્ષેત્રના ક્ષેત્રમાં લગભગ 42 મિલિયન જેટલી નોકરીઓ જોખમકારક રહેશે.

અગ્રણી હિસાબી અને ઓડીટ કંપની KPMG કહે છે કે ભારતીય પર્યટન અને આતિથ્યક્ષેત્ર ક્ષેત્ર COVID-19ને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે, લગભગ 38 મિલિયન નોકરીની સંભવિત રીતે ઓછી થઇ જશે.

ભારતમાં કોવિડ-19 પછીના સમયમાં પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવા સરકારની પહેલ

ભારત સરકારની વિવિધ એજન્સીઓ અને મંત્રાલયો દ્વારા જાહેર કરાયેલ પર્યટન ક્ષેત્ર પરની અસર અને નોકરી ગુમાવવાના બનાવોને ઘટાડવા પેકેજોની જાહેરાત કરવાંમાં આવી.

RBIએ 31 ઓગસ્ટ 2020 સુધી ટર્મ લોન પરની મુદ્તને લંબાવવામાં આવી

સરકારે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે જે MSME માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન ઉપલબ્ધ કરવામાં આવી છે.. જેમાં લોનમાં 4- વર્ષનો કાર્યકાળ રહેશે અને 12-મહિનાની મુદતનો સમાવેશ થાય છે.

100 કર્મચારીઓથી સંખ્યા ધરાવતી સંસ્થાઓ અને રૂ .15000 ની નીચે પગાર ધરાવતા 90% કર્મચારીઓ માટે સરકારે ત્રણ મહિના માટે પીએફ ફાળો માફ કરી દીધો. આત્મનિર્ભાર ભારત પેકેજ હેઠળ, આગામી ત્રણ મહિના એટલે કે સપ્ટેમ્બર 2020 સુધીના ઇપીએફઓ દ્વારા આવરી લેવામાં આવતી તમામ સંસ્થાઓ માટે એમ્પ્લોયર અને કર્મચારી બંનેનું પીએફ યોગદાન હાલના 12% થી ઘટાડીને 10% કરવામાં આવ્યું છે.

5 કરોડ સુધીની કંપનીઓ માટે કોઈ દંડ ભર્યા વગર ત્રણ મહિના માટે રીટર્ન ફાઇલિંગ મુલતવી રાખવામાં આવ્યું છે, તો બાકીના માટે 9% દંડ વ્યાજ.જોગવાઇ કરવામાં આવી છે.

ભારતમાં હોટલોના દરમાં સરેરાશ વાર્ષિક વ્યવસાયના વલણો

શટડાઉન અને મંદીના કારણે આવક પર ઓક્ટોબર સુધી અસર રહેશે , હાલની સ્થિતિને જોતા વર્ષનાપ્રાંરભ સુધી હોટલોમાં 30 ટકા વ્યવસાય થઇ શકશે. જ્યારે સરેરાશ વાર્ષિક 68 ટકા છે.

એક અભ્યાસ મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં હોટલોનો વ્યવસાય સૌથી ટોચ હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 7૦ ટકા હતો ..જે માર્ચમાં ઘટીને 45 ટકા અને એપ્રિલમાં સૌથી નીચો 7 ટકા હતો.

મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં આ સાથેના વ્યવસાયો અનુક્રમે 10 ટકા, 12 ટકા, 15 ટકા અને 22 ટકા હતા.

અહેવાલ મુજબ હોટલોમાં થતી આવકના પ્રવાહમાં 80% થી 85% સુધીનું ધોવાણ જોવા મળશે. આ વર્ષે હોટલ માટે બ્રાન્ડેડ અને અનબ્રાંડેડ સેગમેન્ટ્સ માટે અંદાજિત આવકનું નુકસાન 19.13 અબજ ડોલર સુધી હોવાનો અંદાજ છે.

આ વર્ષે ટ્રાવેલ એજન્ટો માટે ઓનલાઇન અને ઓફલાઇન મોડ માટેનું અંદાજિત નુકસાન 77 4.77 અબજ છે. નુકસાનનો અંદાજ સૌથી ખરાબ સ્થિતિમાં છે. જો કે, શ્રેષ્ઠ સ્થિતિમાં, ઉદ્યોગની આવકમાં 10% થી 15% નો સુધારો થશે.

આ વર્ષે ટ્રાવેલ એજન્ટો માટે ઓનલાઇન અને ઓફલાઇન મોડ માટેનું અંદાજિત નુકસાન 4.77 અબજ ડોલર છે. જે અત્યાર સુધીના સૌથી ખરાબ નુકસાનનો અંદાજ છે. જો કે, શ્રેષ્ઠ સ્થિતિમાં, ઉદ્યોગની આવકમાં 10% થી 15% નો સુધારો થઇ શકશે.

ભાવિ વલણો

સીઆઇઆઇ-હોટિવાટના અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, સપ્ટેમ્બરમાં વ્યવસાય 25 ટકા, ઓક્ટોબરમાં 28 ટકા, નવેમ્બરમાં 30 ટકા અને ડિસેમ્બરમાં 35 ટકા રહેશે.

પર્યટન ક્ષેત્રનું પુનરુત્થાન

વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) ના તાજેતરના વિશ્લેષણ મુજબ સપ્ટેમ્બરની શરૂઆતમાં, 53% સ્થળોએ મુસાફરી પર પ્રતિબંધ હળવો કર્યો હતો.. તેમ છતાં, ઘણી સરકારો સાવચેતી રાખે છે, અને આ તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે વર્ષના પહેલા ભાગમાં રજૂ થયેલ લોકડાઉનનો આંતરરાષ્ટ્રીય પર્યટન પર મોટો પ્રભાવ પડ્યો છે. પ્રવાસીઓમાં તીવ્ર અને આકસ્મિક રીતે થયેલા મોટા ઘટાડાથી લાખો નોકરીઓ અને ધંધા જોખમમાં મુકાયા છે.

ABOUT THE AUTHOR

...view details