ગુજરાત

gujarat

ETV Bharat / opinion

Voter I card be linked to Aadhaar : જાણો કેમ જરુરી છે આ બંને કાર્ડનું લિન્ક અપ - સંસદીય સ્થાયી સમિતિ

સંસદના બંને ગૃહોમાં હોબાળા વચ્ચે સરકારને આશા છે કે સંસદની કાર્યવાહી મુલતવી રાખવામાં આવે તે પહેલાં મહત્ત્વના કામકાજ પૂર્ણ થશે. અગત્યનું ચૂંટણી સુધારણા બિલ (Voter I card be linked to Aadhaar) લોકસભામાં ઝડપથી પસાર થયા પછી, સરકાર રાજ્યસભામાં પણ બિલ (Election Laws (Amendment) Bill 2021) પસાર કરવા માંગે છે. પરંતુ ઉપલા ગૃહમાં તેમ કરવું સરકાર માટે સરળ નથી.

Voter I card be linked to Aadhaar : જાણો કેમ જરુરી છે આ બંને કાર્ડનું લિન્ક અપ
Voter I card be linked to Aadhaar : જાણો કેમ જરુરી છે આ બંને કાર્ડનું લિન્ક અપ

By

Published : Dec 21, 2021, 6:04 PM IST

દિલ્હી: લોકસભામાં ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 (Election Laws (Amendment) Bill 2021) પસાર થયા બાદ સરકાર અને વિપક્ષો સામસામે છે. જ્યારે વિપક્ષે તેની પીચ વધારી અને સમીક્ષાની માગ કરે છે જ્યારે સરકાર તેની જરૂરિયાત સમજાવે છે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 મતદાર ઓળખ કાર્ડ સાથે આધારને લિંક કરવાની (Voter I card be linked to Aadhaar) મંજૂરી આપશે, જેનો અર્થ છે કે મતદાર તરીકે નોંધણી કરતી વખતે તમને તમારું આધાર કાર્ડ રજૂ કરવાનું કહેવામાં આવશે.

આ પણ વાંચોઃ Parliament Winter Session 2021: ગિરિરાજ સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

વિપક્ષ ચર્ચા ઇચ્છે છે

વિપક્ષને બિલમાં (Voter I card be linked to Aadhaar) ઘણી છટકબારીઓ મળી છે અને તે પહેલાં ચર્ચા ઇચ્છે છે. પસાર કરવા પહેલાં વિપક્ષની માગણી અંગે સરકારે તેમની માગ પર ધ્યાન ન આપતાં તેને બહુમતી ધરાવતી લોકસભામાં ઉતાવળમાં પસાર કરાવ્યું હતું. સરકાર 23 ડિસેમ્બરે શિયાળુ સત્ર પૂરું થાય તે પહેલાં આ બિલને (Election Laws (Amendment) Bill 2021) રાજ્યસભામાં પસાર કરવાનું લક્ષ્ય રાખશે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021ની તરફેણમાં સરકાર શું કહે છે તે જોવાનું બાકી છે.

આધાર ન હોય તો પણ ચિંતા નહીં

સરકારે ખાતરી આપી છે કે જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર ન હોય તો કોઈપણ અરજી નકારી કાઢવામાં આવશે નહીં. આ માટે વિપક્ષ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે મતદાર કાર્ડ અને આધાર લિંક (Voter I card be linked to Aadhaar) કરવાથી એક જ વ્યક્તિની બહુવિધ નોંધણીની સમસ્યાનો અંત લાવવામાં મદદ મળશે. કોઇ જ્યારે પણ કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થાય છે ત્યારે તે જૂની જગ્યાને કાઢી નાખ્યા વિના નોંધણી કરાવે છે.

આ પણ વાંચોઃ Vadodara district supply system: વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ

મતદાર યાદી સીસ્ટમ એલર્ટ કરશે

એકવાર આધારને મતદાર આઈડી કાર્ડ સાથે લિંક (Voter I card be linked to Aadhaar) કરવામાં આવશે તો આ સમસ્યા અટકી જશે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ બીજે ક્યાંક નોંધણી કરાવે અને નવેસરથી નોંધણી માટે અરજી કરે તો મતદાર યાદી ડેટા સિસ્ટમ (electoral roll data system ) તરત જ એલર્ટ કરશે. તેથી આ મતદાર યાદી પ્રમાણિત કરવામાં મદદ કરશે.

વિપક્ષની માગ છે કે ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021ને સ્ટેન્ડિંગ કમિટીમાં (Parliamentary Standing Committee) મોકલવામાં આવે. પરંતુ સરકાર તેવું કરવાના મિજાજમાં નથી. સરકાર વર્તમાન સત્રના બાકીના ત્રણ દિવસમાં જ આ બિલ પસાર કરાવવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details