ગુજરાત

gujarat

ETV Bharat / opinion

કોવિડ-19ને લડત આપી રહેલા હેલ્થ વર્કર્સ માટે વીમા કવચની સરકારની જાહેરાત

સરકારે કોવિડ-19 મહામારી સામે લડત આપી રહેલા હેલ્થ વર્કર્સ માટે વીમા કવચની જાહેરાત કરી છે, જેમાં કુલ 22.12 લાખ જાહેર હેલ્થકેર પ્રોવાઇડર્સને રૂ. 50 લાખનું વ્યાપક વ્યક્તિગત અકસ્માત કવર પૂરું પાડવામાં આવશે. આ યોજના કોવિડ-19ને કારણે તથા કોવિડ-19 સંબંધિત ફરજ નિભાવતાં આકસ્મિક મૃત્યુ થવાના, એમ બંને પ્રકારના મૃત્યુને આવરી લે છે.

insurance
હેલ્થ વર્કર્સ

By

Published : Apr 9, 2020, 8:27 PM IST

નવી દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસને કારણે જીવ ગુમાવનારા અથવા તો આવા દર્દીઓની સારવાર દરમિયાન મોતને ભેટનારા મેડિકલ પ્રોફેશનલ્સને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ યોજના હેઠળ 22.12 લાખ જાહેર આરોગ્ય સેવા પૂરી પાડનારા અને સામુદાયિક હેલ્થ વર્કર્સને રૂ. 50 લાખનું વીમા કવચ આપવામાં આવશે.

આ વીમા કવચમાં ખાનગી હોસ્પિટલ સ્ટાફ, નિવૃત્ત સ્ટાફ, વોલન્ટીયર્સ, કરાર પર કામ કરનારા કાર્યકરો તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રોકવામાં આવેલા આઉટસોર્સ કરાયેલા સ્ટાફનો તથા સ્વાયત્ત હેલ્થકેર સંસ્થાઓનો સમાવેશ થશે, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

અકસ્માત વીમા યોજના કોવિડ-19ને કારણે થતા મૃત્યુ અને કોવિડ-19 સંબંધિત ફરજ નિભાવવાને કારણે થયેલા આકસ્મિક મૃત્યુ, એમ બંને પ્રકારના મૃત્યુને આવરી લે છે, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

આ ઇન્શ્યોરન્સ ‘કોરોનાવાઇરસનું ઇન્ફેક્શન ધરાવતા દર્દીઓના સીધા સંપર્કમાં આવતા તથા તેના દ્વારા પ્રભાવિત થવાનું જોખમ ધરાવતા સામુદાયિક હેલ્થ વર્કર્સ સહિતના આશરે 22.12 લાખ જાહેર હેલ્થકેર પ્રોવાઇડર્સને રૂ. 50 લાખનું સમાવેશક વ્યક્તિગત અકસ્માત કવર પૂરું પાડશે."

30મી માર્ચથી શરૂ થતી પોલિસીની સમય મર્યાદા 90 દિવસની છે. આ યોજના માટે કોઇ વય મર્યાદા નથી અને વ્યક્તિગત નામાંકનની જરૂર રહેતી નથી, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

આ યોજના માટે પ્રિમીયમની સમગ્ર રકમ આરોગ્ય મંત્રાલય દ્વારા ઊઠાવવામાં આવશે. તે માટેનું ભંડોળ આ હેતુ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા સંચાલિત એનડીઆરએફ થકી મેળવવામાં આવશે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

કોવિડ-19ને કારણે મોત નીપજવાના કિસ્સામાં, લાભ ક્લેઇમ કરવા માટેના જરૂરી દસ્તાવેજોમાં નોમિની દ્વારા ભરવામાં અને હસ્તાક્ષર કરવામાં આવેલું ક્લેઇમ ફોર્મ, મૃતકનો તથા દાવો કરનારનો ઓળખનો પુરાવો, મૃતક અને દાવો કરનાર વચ્ચેના સંબંધનો પુરાવો, કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યાનું પ્રમાણિત કરતો લેબોરેટરી રિપોર્ટ, મૃત્યુ જ્યાં થયું હોય તે હોસ્પિટલ દ્વારા મૃત્યુ અંગેની નોંધ (મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તેવા કિસ્સામાં) અને મૃત્યુના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

સામુદાયિક હેલ્થ કેર વર્કર્સ માટેનાં પ્રમાણપત્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી)ના મેડિકલ ઓફિસરનાં હોવાં જોઇએ.

જોકે, કોવિડ-19 સંબંધિત ફરજ બજાવવાને કારણે જીવ ગુમાવવો પડ્યો હોય, તો તેવા કિસ્સામાં લેબોરેટરી રિપોર્ટની જરૂર રહેતી નથી.

આ ઉપરાંત, મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, આ પોલિસી હેઠળના લાભ, વ્યક્તિ પાસે અન્ય જે કોઇપણ પોલિસી હોય તે હેઠળ ચૂકવવાપાત્ર રકમ ઉપરાંતના હશે.

ABOUT THE AUTHOR

...view details