હૈદરાબાદ : ઇટેઇલર ફ્લીપકાર્ટે હૈદરાબાદમાં રીટેઈલ ચેઇન સ્ટોર સ્પેન્સર્સ સાથે મળીને કરીયાણા સહીતની કેટલીક રોજીંદી જરૂરીયાતની વસ્તુઓની હાઈપરલોકલ ડીલીવરીના પાઇલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાહકો ફ્લીપકાર્ટ એપ પર જઈને કરીયાણુ અને અન્ય જરૂરી સામાન સ્પેનસર્સ સ્ટોરમાંથી ઓડર કરી શકશે.
ઇટેઇલર ના કહેવા પ્રમાણે, ફ્લીપકાર્ટના એક્ઝીક્યુટીવ્ઝ દ્વારા હૈદરાબાદમાં આવેલા તમારી પસંદગીના સ્પેન્સર્સ સ્ટોર પરથી તમે ઓર્ડર કરેલો સામાન તમારા ઘરે પહોંચાડવામાં આવશે.
ફ્લીપકાર્ટના ગૃપ CEO, કલ્યાણ કૃષ્નમુર્તીના કહેવા પ્રમાણે, “જે લોકો ઘરે રહીને Covid-19 સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેવા લોકોની જરૂરીયાતોને પહોંચી વળવા માટે સ્પેન્સર્સ સાથે મળીને આ પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરતા અમને આનંદ થાય છે.”
“ગ્રાહકને પોતાના નજીકના વિસ્તારમાં આવેલી સ્પેન્સર્સ સ્ટોરમાં રહેલી વસ્તુઓના જથ્થા વીશે ગ્રાહક જાણી શકે અને તેમના ઘર સુધી એ ચીજ-વસ્તુઓ ક્યારે પહોંચશે તેની માહિતી પણ તે મેળવી શકે તે માટે અમે એક મજબુત ડીજીટલ પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે.”