- ભારતની સંસદ તેના અસ્તિત્વના 70માં વર્ષમાં પ્રવેશી રહી છે
- દેશની લોકશાહી ડૉ. રાજેન્દ્રપ્રસાદના સોનેરી શબ્દો સાથે આગે કૂચ કરવા લાગી હતી
- આ સંસદ શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શનનું ઝળહળતું ઉદાહરણ હશે : ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ન્યૂઝ ડેસ્ક : પ્રથમ સામાન્ય ચૂંટણી પછી આ ભૂમિનો કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે ઉભર્યા પછી, ભારતની સંસદ તેના અસ્તિત્વના 70માં વર્ષમાં પ્રવેશી રહી છે. ભારતની સંસદ તરીકે અસ્તિત્વમાં આવ્યા પછી, દેશની લોકશાહી ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના સોનેરી શબ્દો સાથે આગે કૂચ કરવા લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મને આશા છે કે તમારા પ્રયાસો લોકોને શ્રેષ્ઠ લાભ અપાવશે અને મને એવી પણ આશા છે કે, આ સંસદ શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શનનું ઝળહળતું ઉદાહરણ હશે."
પંડિત જવાહરલાલ નહેરુએ સંસદને એવી મહાન સંસ્થા તરીકે વર્ણવી હતી જે વિશ્વમાં એક સપ્તાંશ વસતિના ઇતિહાસનું નિર્માણ કરી રહી છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરે ઉદાર સંસદીય પરંપરાઓ અને મૂલ્યોને જાળવી રાખવા અથાક પ્રયાસો કર્યા હતા. વિશ્વના જાણીતા સમાચાર પત્ર 'ગાર્ડિયન'એ 1954માં સંસદના કાર્ય પ્રદર્શનને એમ કહીને બિરદાવ્યું હતું કે, પંડિત નહેરુ સમગ્ર એશિયા માટે શાળા હોવાનો દાવો કરી શકે છે. આ સ્પષ્ટ રીતે આપણને દર્શાવે છે કે, ગૃહના સન્માનીય સભ્યો તે દિવસોમાં જાહેર સેવાને સંપૂર્ણ સમર્પિત હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના અમરાવતીમાં કૌતૂહલનું કેન્દ્ર છે 'ગોલિયાદેવ'
તે દિવસોમાં સંસદે ઉદાહરણરૂપ દૂરંદેશિતા દર્શાવી હતી. કારણ કે તેને લાગતું હતું કે, સાંસદોની પ્રતિષ્ઠા તૂટી જાય તેનાથી લોકશાહી ભયંકર તોફાનમાં ધસી જશે. તેમના રાજકીય વલણને બાજુમાં મૂકીને તે દિવસોના સંસદ સભ્યો ભૂલ કરતા સભ્યોને દૂર કરવા માટે એક સાથે આવતા હતા. કૉંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીએ એક અરુચિકર પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં મુદ્ગલ નામના એક સભ્યએ સંસદમાં એક પ્રશ્ન પૂછવાના રૂપિયા 2,000 પણ લીધા હતા. મુદ્ગલ કૉંગ્રેસના સભ્ય હતા, તેમ છતાં તત્કાલીન વડા પ્રધાન નહેરુએ સપ્ટેમ્બર 1951માં પક્ષમાંથી તેમને હાંકી કાઢ્યા હતા. આ રીતે તેમણે સંસદની પવિત્રતા જાળવવા તેમનું સમર્પણ દર્શાવ્યું હતું.
17મી સામાન્ય ચૂંટણી પછી મહાન નેતાઓએ સ્થાપેલાં આ મૂલ્યો ક્યાં અદૃશ્ય થઈ ગયાં ? પ્રણાલિની ખરાબ ઊંડાઈ કઈ છે, જે સ્તરે વિધાન પ્રણાલિ નીચે ઉતરી ગઈ છે. કારણ કે સંસદથી લઈને વિધાનસભાઓ સુધી દરેક વિધાન સંસ્થા અપરાધિક ભૂતકાળ ધરાવતી વ્યક્તિઓથી પૂર્ણ છે ?