ગુજરાત

gujarat

ETV Bharat / opinion

અલાસ્કા ગર્લનો વાયરસથી બચવાની ટીપ્સનો વીડિયો થયો વાયરલ - વાયરસ

અલાસ્કાની પાંચ વર્ષની નોવા નાઇટના સેફ્ટી ટીપ્સ વીડિયોએ કેનેડાના પ્રાઇમ મીનીસ્ટર જસ્ટીન ટ્રુડો સહીત અનેક લોકોનું દીલ જીતી લીધુ છે. 18,000થી વધુ વખત આ વીડિયોને રીટ્વીટ કરવામાં આવ્યો છે.

અલાસ્કા ગર્લનો વાયરસથી બચવાની ટીપ્સનો વીડિયો થયો વાયરલ
અલાસ્કા ગર્લનો વાયરસથી બચવાની ટીપ્સનો વીડિયો થયો વાયરલ

By

Published : Apr 10, 2020, 8:53 PM IST

અલાસ્કા:કોરોના વાયરસને લઈને દુનિયાભરમાંથી આવતા સમાચારો હવે આપણા રોજબરોજના જીવન સાથે જોડાઈ ગયા છે અને હવે આ સમાચારો આપણા માટે સામાન્ય બની ગયા છે અને તેની સાથે આપણી સામે દરરોજ કોરોના વાયરસ દરમીયાન દર્દીઓની સેવા માટે પોતાની જાનની બાજી લગાવી દેનારા લોકોની કહાનીઓ પણ આવી રહી છે. આ બધાની વચ્ચે પાંચ વર્ષની અલાસ્કા ગર્લની Covid-19 સામે લડવા માટેની ટીપ્સ પણ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

અલાસ્કા ગર્લનો વાયરસથી બચવાની ટીપ્સનો વીડિયો થયો વાયરલ

નોવા નાઇટ Covid- 19 ને લઈને ખુબ ગંભીર છે અને તેણે Covid-19 વિશે એક વીડિયો બનાવ્યો છે જેણે કેનેડાના પ્રાઇમ મીનીસ્ટર જસ્ટીન ટ્રુડો સહીત અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોને 18,000 થી પણ વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં તે સોફા પર બેસેલી દેખાય છે અને બાળકો સાથે સીધી વાતચીત કરે છે.

“તમે તમારી પ્લેડેટ પર નથી જઈ શકતા તેના માટે હું ખુબ દીલગીર છું” 26 માર્ચના રોજ બનાવેલા આ વીડિયોમાં નોવા કહે છે, “ક્યાય પણ જવાનું ટાળો અને તમારા હાથ વારંવાર ધુઓ. આ બાબતે હું ગંભીર છુ”

રીબેકા, કે જે તેના માતાપિતા સાથે ફેરબેંક્સમાં રહે છે. રીબેકા, રોબી અને તેના બે વર્ષના ભાઈ ક્લોટોને એક 40 સેકન્ડની એક ક્લીપ બનાવી છે જેમાં હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આ વીડિયોમાં કેટલાક શબ્દોને વારંવાર કહેવામાં આવ્યા છે જેથી લોકો પોતાના શરીરને વાયરસથી દુર રાખવાની વાત યાદ રાખી શકે.

“હુ, ખરેખર.. ખરેખર.. આ બાબત માટે ગંભીર છુ, તમારે પણ આ વીડિયો દરરોજ જોવો જોઈએ.”

નોવા એ કહ્યુ કે તે આ વીડિયો તેની આન્ટ જેનીફર ટ્રેવર્સ, હેલીફેક્સ, નોવા સ્કોટીયા માટે બનાવવા માગે છે. આ વીડિયો બાદ ટ્રુડોએ કેનેડાના બળકોનો પોતાની પ્લે ડેટ પર ન જઈને વાયરસને રોકવામાં પોતાનુ યોગદાન આપવા બદલ આભાર માનતો એક વીડિયો પણ સામે આવ્યો.

નોવા તે વીડિયો દરરોજ જોવાનો આગ્રહ રાખે છે જેથી તે જાણી શકે કે તેણે શું કરવુ જોઈએ.

રીબેકાએ આ વીડિયો તેની માતા સીન્ડી ટ્રેવર્સને કેનેડાના ન્યુ બ્રુસવિકના મીરિમીચીમાં મોકલ્યો. તેણે કહ્યુ કે તેણે આ વીડિયોને 27 માર્ચના જસ્ટીન ટ્રુડોના લોકોને ઘરે રહેવાની અપીલ કરતા વીડિયોની કમેન્ટમાં શેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details