ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

પ્રેમના અહેસાસનો એક તહેવાર એટલે 'Valentine's day' - love

ન્યૂઝ ડેસ્ક: દુનિયામાં દરેક સંબંધ પ્રેમથી જ પાંગરે છે. જો એ સંબંધોમાં પ્રેમ ન હોય તો જીવનમાં ખુશી નથી આવી શકતી. આમ તો પ્રેમનો એકરાર કરવા માટે કોઇ સમય કે મુહૂર્તની જરૂર નથી હોતી, જ્યારે દિલથી અહેસાસ થાય તે સમયે તેને જણાવી દેવું એજ પ્રેમનો સાચો સમય માની શકાય છે. પ્રેમ એ અહેસાસનું સમુદ્ર છે. જેમાં ક્યારેક તોફાન પણ આવે તો કોઇને નુકસાન થતું નથી. પ્રેમ એ વિશ્વાસની એક એવી દોરી છે. જે માત્ર જે લાગણીઓથી જોડાએલી હોય છે. જેને સ્પર્શ ન કરી શકાય માત્ર તેને અનુભવી શકાય છે.

concept image

By

Published : Feb 14, 2019, 10:20 AM IST

તો આવા જ પ્રેમના અહેસાસને એક તહેવાર તરીકે ઉજવાય ત્યારે તે યાદગાર બની જાય છે અને આવા જ પ્રેમના પ્રતિકને વૅલૅન્ટાઇન્સ ડૅ તરીકે લોકો ઉજવે છે. આવા કિંમતી અહેસાસને સમય આપવો પણ ખુબ જરૂરી હોય છે. જે આજના ભાગદોડની જીંદગીમાં ક્યાંય ખોવાઇ જાય છે, ત્યારે સમયને થોભી રાખવાનો એક જ ઉપાય છે કે તેને યાદો સાથે જોડવું. જેથી તે સમય ત્યાં જ થોભેલો રહે છે અને જ્યારે તેમાં ઝાંખી કરવી હોય ત્યારે કરી શકાય છે.

આમ તો પ્રેમ માટે કોઇ સમયની જરૂર નથી હોતી પણ આજના વેગવંતા યુગમાં લોકો પાસે પ્રેમ માટે સમય નથી હોતો, જેને કારણે પ્રેમ માટેનો પણ એક ખાસ દિવસ હોવો જરૂરી છે. ત્યારે લોકો દિલ ખોલીને એકબીજાને પોતાના પ્રેમ દર્શાવી શકે, આવો જ પ્રેમનો દિવસ એટલે 'વૅલૅન્ટાઇન્સ ડૅ'

જો લોકો દ્વારા ઉજવાતા દરેક તહેવાર પાછળ એક વાર્તા હોય છે, એક માન્યતા તો કોઇ કારણ હોય છે, તેવી જ રીતે વૅલૅન્ટાઇન્સ ડૅ ઉજવવા પાછળનું પણ એક કારણ છે, તો ચાલો જાણીએ આ વૅલૅન્ટાઇન્સ ડૅની ઉજવણી પાછળની વાર્તા વિશે.

આ વૅલૅન્ટાઇન્સ ડૅ કોઇ દિવસનું નામ નથી. આ નામ એક પાદરી (priest)નું છે. જે રોમમાં રહેતા હતા. તે સમયે રોમ પર ક્લાઉડીઅશનું શાસન હતું. જેની ઇચ્છા હતી કે તે પોતે સૌથી શક્તિશાળી શાશક બને. જેના માટે થઇને તેને એક મોટી સેનાનું નિર્માણ કરવી હતી. પણ તેણે જોયું કે રોમના નાગરિકો કે જેને પોતાનો પરિવાર પત્નિ અને બાળકો હતા, તેઓ આ સેનામાં જોડાવા નહોતા ઇચ્છતા, ત્યારે તે શાસકે એક નિયમ બનાવ્યો કે, જેમાં ભવિષ્યમાં થનારા તમામ લગ્નો પર તેણે પ્રતિબંધ જાહેર કરી દીધો, ત્યારે આ વાત કોઇને બરાબર ન લાગી પણ તે શાસકની સામે કોઇ અવાજ ઉઠાવી શકે તેમ નહોતું, જો કે આ વાત સંત વૅલૅન્ટાઇનને પણ વ્યાજબી ન લાગી, એક દિવસ એક કપલ આવ્યું જેણે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી, ત્યારે વૅલૅન્ટાઇને આ કપલના લગ્ન કોઇને જાણ ન થાય તે રીતે એક રુમમાં કરાવી આપ્યા,પરંતું આ વાતની જાણ રાજાને થઇ જતા તેણે પાદરીને બંદી બનાવી જેલમાં મોકલી દીધા અને મૃત્યુ દંડની સજા ફટકારી હતી.

પાદરી વૅલૅન્ટાઇન જેલમાં કેદ હતા, તે દરમિયાન તેમને મળવા આવતા હતા, અને મુલાકાત વખતે તેને ગુલાબ, તથા ભેટ અને સોગાતો આપીને જતા હતા. ત્યારે તે તમામ લોકો એવુ જણાવવા માગતા હતા કે, તેઓ પ્રેમમાં વિશ્વાસ કરે છે, પરંતું જે દિવસે વેલેન્ટાઇનને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો તે દિવસ 14 ફેબ્રુઆરી 269 A.D. હતો, ત્યારે મરતા પહેલા વેલેન્ટાઇને પ્રેમીઓ માટે એક પત્ર લખ્યો. વેલેન્ટાઇને પ્રેમ કરનારાઓ માટે પોતાનો જીવ આપી દીધો માટે 14 ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમીઓના તહેવારનો દિવસ છે.

ABOUT THE AUTHOR

...view details