- પહેલા 6 મહિનામાં જ 304.7 મિલિયન હુમલાઓ
- સાયબર સિક્યુરિટી ફર્મ સોનિકવોલએ 78.4 મિલિયન હુમલા નોંધ્યા
- રેન્સમવેરથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ મોટા દેશો
સેન ફ્રાન્સિસ્કો: વૈશ્વિક સ્તરે રેન્સમવેર હુમલાઓ 2021ના પહેલા 6 મહિનામાં જ વધીને 304.7 મિલિયન થઈ ગયા છે, જે 2020ના સંપૂર્ણ વર્ષના કુલ 304.6 મિલિયન હુમલાઓ કરતાં પણ વધુ છે.
એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા
સાયબર સિક્યુરિટી ફર્મ સોનિકવોલએ માત્ર જૂન 2021માં 78.4 મિલિયન રેન્સમવેર હુમલા નોંધ્યા છે. રેન્સમવેરમાં US (185 ટકા) અને UK (144 ટકા)માં દર વર્ષે મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.
અત્યાધુનિક હુમલાખોરો વ્યૂહરચના ઘડી રહ્યા છે
સોનિકવોલના પ્રેસિડેન્ટ અને CEO બિલ કોનરે જણાવ્યું હતું કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે, અત્યાધુનિક હુમલાખોરો વ્યૂહરચના ઘડી રહ્યા છે અને નાણાકીય લાભ મેળવવા અને વિવાદ ઉભા કરવા માટે રેન્સમવેર અપનાવી રહ્યા છે. સોનિકવોલ કેપ્ચર લેબ્સ દ્વારા રેકોર્ડ કરાયેલા તમામ રેન્સમવેર હુમલાઓમાં 64 ટકા હિસ્સો રિયુક, સર્બર અને સેમસમ વર્ષના પ્રથમ છ મહિનામાં ટોચના ત્રણ રેન્સમવેર ગૃપ હતા.