સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવાની મનાઇ ફરમાવી હતી. ત્યારે સરકારે ગૂગલ અમે એપલને ટિકટોક ઍપ્લિકેશનને પ્લે સ્ટોર અને ઍપ સ્ટૉર પરથી હટાવી લેવાના આદેશ આપ્યા હતા.
TikTok પરથી પ્રતિબંધ હટાવાયો, ડાઉનલોડ કરી શકાશે આ ઍપ્લિકેશન - સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચ દ્વારા TIKTOK ઍપ્લિકેશન પરથી પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. કંપની માટે રાહતની વાત છે, કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઍપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યા બાદથી કંપનીને દરરોજ 5 લાખ ડૉલર (લગભગ 3.5કરોડ)નું નુકશાન થઇ રહ્યું છે.
પછીથી ટિકટોક ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ નહોતી. હવે આશા છે કે કોર્ટના નિર્ણય બાદ ફરીએક વાર આ ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલ્બધ થશે. આ પહેલા 22 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને કહ્યું હતું કે, તે 24 એપ્રિલ સુધી આ મામલે નિર્ણય આપે, નહી તો ટિકટોક પરથી પ્રતિબંધ હટાવી લેવાશે.
ટિકટોક (TicTok) એક વીડિયો કંન્ટેટ ઍપ્લિકેશન છે. જેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે, કે દુનિયામાં ત્રીજી એવી ઍપ્લિકેશન છે, જેને સૌથી વધુ ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. માત્ર માર્ચ મહિનામાં જ દુનિયાભરમાં 18.8 કરોડ લોકો આ ઍપ્લિકેશનને ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો કે ભારતમાં જ 8.8 કરોડ યુઝર્સે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે. તો દુનિયાભરમાં 50 કરોડથી પણ વધુ લોકો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે.