- દમણમાં હત્યાના કેસનો આરોપી ઝડપાયો
- વોન્ટેડ શૂટર જયરામ નાસિકથી ઝડપાયો
- દમણના નગરસેવકની હત્યાનો આરોપી છે જયરામ
દમણ : દમણ પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ શૂટર જયરામ નામદેવ લોન્ધેને નાસિક પોલીસની મદદથી નાસિકમાં દબોચી લીધો છે. ઝડપાયેલા શૂટરે દમણમાં ગત 2જી માર્ચ 2020ના રોજ દમણના નગરસેવક અને વ્યાજનો ધંધો કરતાં સલીમ મેમણ પર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી. દમણમાં સલીમ મેમણને તેના જ બાઇકના શૉ રૂમમાં અજાણ્યા હત્યારાઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં હત્યા કરાવનાર સહિત 5 લોકોની દમણ પોલીસે ધરપકડ કરી લીધા બાદ આ હત્યામાં વોન્ટેડ જયરામ નામદેવ લોન્ધેને નાસિક પોલીસની મદદથી નાસિકમાં દબોચી લીધો હતો.
દમણ પોલીસે જયરામની ધરપકડ કરી તેને દમણ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં નામદાર કોર્ટે 3જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે દમણ પોલીસે આ હત્યા સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
દમણમાં સલીમ મેમણ હત્યા મામલોઃ વોન્ટેડ શૂટરની નાસિકથી ધરપકડ
દમણમાં ગત 2 માર્ચ 2020ના દમણના નગરસેવક અને વ્યાજખોરીની ધાકધમકીમાં જેલવાસ ભોગવી આવેલા સલીમ મેમણને તેના જ બાઇકના શૉ રૂમમાં અજાણ્યા હત્યારાઓએ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસમાં દમણ પોલીસે 5 હત્યારાઓને ઝડપી લીધા બાદ વધુ એક વોન્ટેડ શૂટરને નાસિકથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
દમણમાં નગરસેવકની હત્યાના વોન્ટેડ શૂટરની નાસિકથી ધરપકડ