વડોદરાઃ શહેરના તરસાલીમાં આવેલા વિશાલ નગરમાં જયપ્રકાશ સૂર્યકાંત દરજી રહે છે. તેમની દીકરી ભુમિના દોઢ વર્ષ પૂર્વે સનફાર્મા રોડ ઉપર રહેતા મિતુલ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન ભૂમિ ગર્ભવતી બનતા પતિ સાથે ખટરાગ શરૂ થયો હતો. જેમાં ગૃહકલેશથી કંટાળીને ભૂમિ ત્રણ માસ પૂર્વે માતા-પિતાના ઘરે આવી ગઇ હતી. જ્યાં તેણે દીકરીને જન્મ આપ્યો હતો.
ભૂમિએ બાળકીને જન્મ આપ્યા બાદ પણ સાસરીમાં જતી ન હતી આથી મિતુલને શંકા હતી કે, તેના માતા-પિતા તેને મોકલતા નથી. દરમિયાન મિતુલ સાસરામાં ગયો હતો. જ્યાં પત્નીને લઇ જવા માટેની વાત કરતા સાસુ-સસરા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં મિત્તુલે પોતાની પાસેના ચપ્પુથી સસરા જયપ્રકાશ દરજીને સાત ઘા માર્યા હતા. જેમાં સાસુ વચ્ચે પડતાં જમાઇએ તેના ઉપર પણ હુમલો કર્યો હતો.