ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

વડોદરાના કોયલી ગામના કૂવામાંથી ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો - ફાયર બ્રિગેડની ટીમ

વડોદરાના કોયલી ગામના કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. તે યુવાન સોમવાર સાંજથી ગુમ થયેલો હતો. યુવાને આત્મહત્યા કરી કે તેને હત્યા થઇ છે તેની તપાસ ચાલી રહી છે.

કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

By

Published : Feb 10, 2021, 2:11 PM IST

  • કોહલી ગામમાં એક યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળ્યો હતો
  • ગુમ થયેલા કલ્પેશ વસાવાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવી
  • ફાયર બ્રિગેડની ટીમે 50 મિનિટ મહેનત બાદ આખરે મૃત્યુદેહ બહાર કાઢ્યો

વડોદરા : જિલ્લામાં આવેલા કોયલી ગામ પાસે ગઈકાલે રાત્રે રહસ્યમય રીતે ગુમ થયેલો યુવાનની બોડી 100 ફૂટ ઊંડા કૂવામાંથી મળી આવી હતી. કોયલી ગામના રહેવાસીએ ફાયર બ્રિગેડના ડિપાર્ટમેન્ટ ફોન કરતા ફાયર બ્રિગેડના ઓફિસરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 50 મિનિટની મહેનત બાદ એક યુવાનની બોડી બહાર કાઢવામાં આવી હતી અને પોલીસને બોડી સોંપી હતી. ફાયર ઓફિસર ઓમ જાડેજા નું કહેવું હતું કે, સવારે ફાયરબ્રિગેડને કોલ આવ્યો હતો. એક યુવાનનો મૃતદેહ કૂવાના અંદર તરતો જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

સોમવારે મોડી રાત્રે ગુમ થયો હતો કલ્પેશ વસાવા

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કોઈ ગામમાં રહેતો 21 વર્ષીય કલ્પેશ કાલિદાસ વસાવા સોમવારે મોડી રાત્રે ગુમ થયા હતા. તેમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો પત્તો માલુમ પડતાં તેનો મૃતદેહ કૂવામાં તરતો નજરે પડ્યો હતો. ત્યારે બીજી ટીમને કોલ કર્યો હતો અને તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

જવાનગર પોલીસ સ્ટેશનના મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

કલ્પેશ વસાવાએ આપઘાત કર્યો કે હત્યા કરવામાં આવી છે. તે અંગેની તપાસ જવાનગર પોલીસ સ્ટેશનના મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તેની આ મુદ્દે સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ તેનું રહસ્ય ખબર પડશે. ફાયર ટીમે જ્યારે કામગીરી કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં કોહલી ગામના રહીશોની ભીડ એકઠી થઈ હતી. એક ગુમ થયેલા યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળતાં ગ્રામજનોમાં ચર્ચા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details